G20 સમિટમાં જિનપિંગ સહિતના નેતાઓ ભાગ લેશે
(એજન્સી)નવી દિલ્હી, જી-૨૦ શિખર સમિટના આયોજન માટે ભારતની રાજધાની નવી દિલ્હીમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.ભારતના ઈતિહાસમાં કદાચ પહેલી વખત દુનિયાના દિગ્ગજ નેતાઓનો સૌથી મોટો મેળાવડો આ સમિટ દરમિયાન જાેવા મળશે.
જી-૨૦ ગ્રુપમાં સામેલ મોટાભાગના દેશોના ટોચના નેતાઓ સમિટ માટે ભારતની મુલાકાત લેવાના છે.
આ નેતાઓના નામ આ પ્રમાણે છે આજેર્ન્ટિનાના રાષ્ટ્રપતિ આલ્બર્ટો ફર્નાન્ડીઝ, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની આલ્બાનીઝ, બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈઝ ઈનાસિયો લુલા દા સિલ્વા, કેનેડાના પીએમ જસ્ટિન ટ્રૂડો, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન,
જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ, ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જાેકો વિડોડો, જ્યોર્જિયા મેલોની ઇટાલીના વડા પ્રધાન, ફ્યુમિયો કિશિદા, જાપાનના વડા પ્રધાન, યુન સુક યેઓલ, દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ, મોહમ્મદ બિન સલમાન, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને વડા પ્રધાન,
સિરિલ રામાફોસા, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ, એર્ડોગન, તુર્કીના રાષ્ટ્રપતિ, ઋષિ સુનક, યુકેના પીએમ, યુએસ પ્રમુખ જાે બિડેન, કાઉન્સિલ ઓફ યુરોપના પ્રમુખ ચાર્લ્સ મિશેલ , યુરોપિયન યુનિયનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયનનો સમાવેશ થાય છે.
એક માત્ર રશિયાના રાષ્ટ્રપતિ પુતિન આ બેઠકમાં સામેલ નહીં થાય.તેમની જગ્યાએ રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ હાજરી આપશે.મેક્સિકોનુ પ્રતિધિત્વ રકેલ બ્યૂનરોસ્ત્ર્રો કરશે.તેઓ મેક્સિકોના નાણામંત્રી છે.