Western Times News

Gujarati News

અગ્રણી બ્રોકરેજ હાઉસોએ હેક્સાવેર ટેક્નોલોજિસના IPOમાં રોકાણ કરવાની સલાહ આપી

પ્રતિકાત્મક

એસબીઆઈ સિક્યોરિટીઝ (લાંબા ગાળાના રોકાણ માટે સબ્સ્ક્રાઇબ )આનંદ રાઠી (સબ્સ્ક્રાઇબ)નિર્મલ બંગ (લાંબા ગાળા માટે સબ્સ્ક્રાઇબ)ચોઈસ (લાંબા ગાળા માટે સબ્સ્ક્રાઇબ)અરિહંત કેપિટલ (લાંબા ગાળા માટે સબ્સ્ક્રાઇબ)એસએમસી ગ્લોબલ (લાંબા ગાળાના રોકાણકારો માટે યોગ્ય)સ્ટોક્સબૉક્સ (સબ્સ્ક્રાઇબ)વેન્ચુરા સિક્યોરિટીઝ (સબસ્ક્રાઈબ)એ લાંબા ગાળા માટે આઈપીઓમાં રોકાણ કરવાની સલાહ આપી છે.

કેટલાક અગ્રણી બ્રોકરેજની આઈપીઓ નોટમાં હેક્સાવેર ટેક્નોલોજીસના રૂ.8,750 કરોડના IPOને સબ્સ્ક્રાઇબ કરવાની ભલામણ કરી છે, જે શુક્રવાર, ફેબ્રુઆરી 14, 2025ના રોજ સબસ્ક્રિપ્શન માટે બંધ થાય છે. Leading Brokerages recommend Subscribing to Hexaware Technologies IPO.

એસબીઆઈ સિક્યોરિટીઝ જણાવે છે કે ‘કંપનીનું મૂલ્ય પોસ્ટ-ઇશ્યૂ કેપિટલ પર ઉપલી પ્રાઇસ બેન્ડના આધારે 43.1x/37.6x ના CY23/CY24E (વાર્ષિક) P/E પર આંકવામાં આવે છે, જે તેની સમકક્ષ કંપનીઓ કરતાં પ્રમાણમાં સસ્તું છે. તે ઉદ્યોગોની દ્રષ્ટિએ વૈવિધ્યસભર રેવન્યુ મિક્સ ધરાવે છે. કંપની પોતાના ગ્રાહકો માટે ઉત્પાદકતામાં સુધારો લાવવા અને ઉપયોગમાં લાભ મેળવવા માટે એઆઈનો ફાયદો ઉઠાવે છે.

હેક્સાવેરની ડોલરમાંઆવક/રૂપિયાની આવક/પીએટી સ્થિર ઈબીઆઈટી માર્જિન સાથે CY21-23 કરતાં 14%/20%/15% ના CAGR દરે વૃદ્ધિ પામી છે. સપ્ટેમ્બર 24ના આંકડા મુજબ કંપની પાસે રૂ. 1,346 કરોડની તંદુરસ્ત કેશ બેલેન્સ છે. અમે લાંબા ગાળાના રોકાણ માટે કટ-ઓફ ભાવે આ ઇશ્યૂને સબ્સ્ક્રાઇબ કરવાની ભલામણ કરીએ છીએ.’

આનંદ રાઠીએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે ‘હેક્સાવેર ટેક્નોલોજીનો બિઝનેસ છેલ્લા એક દાયકામાં વિકસિત થયો છે, જેમાં ઓફરિંગમાં વધારો, વિશાળ અને વૈવિધ્યસભર કસ્ટમર બેઝ, વ્યાપક ગ્લોબલ ડિલિવરી ફૂટપ્રિન્ટ અને ઈનોવેશન અને ટેકનોલોજી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તેની કુશળતા સાથે વ્યૂહાત્મક અને સર્વિસનાઉ જેવા ઉદ્યોગ-કેન્દ્રિત પાર્ટનર્સના મિક્સ પૂરક બને છે, તે વિવિધ બિઝનેસ ફંક્શન જેવા કે માનવ સંસાધન, આઈટી, ગ્રાહક સેવા, સિક્યોરિટી અને ફાઈનાન્સ તથા નેધરલેન્ડ્સની બેંકિંગ ફાઈનાન્શિયલ ટેક્નોલોજી કંપની બેકબેઝ વગેરે માટે એઆઈ સંચાલિત સોલ્યુશન પ્રદાન કરે છે.

ઇક્વિટી શેર ઇશ્યૂ કર્યા પછી અપર પ્રાઇસ બેન્ડ પર કંપની ₹430,247 મિલિયનની માર્કેટ કેપ સાથે 43.1x ના P/E પર મૂલ્યાંકન ધરાવે છે અને નેટવર્થ પર વળતર 22.8 ટકા છે. વેલ્યુએશનના મોરચે અમે માનીએ છીએ કે કંપની વાજબી કિંમત ધરાવે છે. આમ, અમે આ આઈપીઓ માટે “સબસ્ક્રાઈબ” રેટિંગની ભલામણ કરીએ છીએ.’

નિર્મલ બંગે એ વાતની નોંધ કરી છે કે ‘હેક્સાવેરના શેરો 37.8x ના P/E અને 23.3x CY24A કમાણીના EV/EBIDTA પર ઉપલબ્ધ છે જે વાજબી જણાય છે, આથી ઇશ્યૂ માટે ‘સબ્સ્ક્રાઇબ’ની ભલામણ કરાઈ છે.’

હેક્સાવેરના આઈપીઓ માટેની એન્કર બુકને વિશિષ્ટ સ્થાનિક અને વૈશ્વિક સંસ્થાઓ તરફથી જોરદાર પ્રતિભાવ મળ્યો હતો જેઓ હિસ્સેદારી કરવા માટે આતુર છે જેમાં ટોચના મ્યુચ્યુઅલ ફંડ્સ જેવા કે એસબીઆઈ મ્યુ. ફંડ, આઈસીઆઈસીઆઈ પ્રૂ મ્યુ. ફંડ, એચડીએફસી MF અને કોટક MF, સોવેરિન વેલ્થ ફંડ્સ (એસડબલ્યુએફ) જેવા કે જીઆઈસી, નોર્જિસ અને એડીઆઈએ, ગ્લોબલ મ્યુચ્યુઅલ ફંડ્સ જેવા કે કેપિટલ ગ્રૂપ, ફિડેલિટી, જેપીએમ એએમ, ગોલ્ડમેન સૅક્સ એએમ, ટી રાઉ પ્રાઈસ વગેરેનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.