Western Times News

Gujarati News

દેવગઢ બારિયામાં લાખો રૂપિયાના ખર્ચે બનેલ નવીન પાણીની ટાંકીમાં લીકેજ

(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ) દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરમાં પાલિકા ઓફીસની સામે નગરના કેટલાક વિસ્તારમાં પીવાનું પાણી પૂરું પડવા માટે પાલિકા તંત્ર દ્વારા વર્ષો પહેલા પાણીની ટાંકી બનાવી હતી. જે પાણીની ટાંકી જર્જિત થતાં તંત્ર દ્વારા તેને તોડી પાડી અમૃત ૨.૦ સ્લેપ ૧ વોટર સપ્લાય અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩ માં નવીન બનાવવામાં આવી.

ટાંકીનો ઉપયોગ પાલિકા તંત્ર દ્વારા નગરજનોને પાણી ભરતાજ ટાંકીમાં નીચેના ભાગે પાણી લીકેજ થતાં પાણીનો જાણે દરૂડુ પડતો હોઈ તેમ ઉપરથી નીચે સુધી પાણી રેલાતું નીચે ટાંકીની આજુબાજુ પણ પાણી ભરાવા લાગ્યું હોઈ તેમ જોવાઈ રહ્યું છે. ત્યારે રૂપિયા ૨૫ લાખના ખર્ચે છ લાખ લિટરની શમતાંવાલી આ પાણીની ટાંકીમાં લિકેજ જોવાતાં બે માસ અગાઉ બનેલ પાણીની ટાંકીમાં લિકેજ થી અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

તંત્ર દ્વારા આ લાખો રૂપિયાના ખર્ચે નવીન બનેલ પાણીની ટાંકી લીકેજ હોવા છતાં પણ તંત્ર દ્વારા આ પાણીની ટાંકી કેમ હસ્તગત કરી કયા કારણોસર આ લીકેજ પાણીની ટાંકી નું ચૂકવણું કરવામાં આવ્યું ! શું ? આ છ લાખ લીટરની શમતાવાળી પાણીની ટાંકી નું લીકેજ બંધ થશે કે કેમ ? જેવા અનેક સવાલો ઊઠવા પામ્યા છે.

ત્યારે આ પાણીની ટાંકીમાં ક્યાંક્‌ મોટી ખાયકી થયું હોઈ તેમ આ લીકેજ ઉપર થી જોવાઈ રહ્યું છે ત્યારે જો ઉચ્ચ સ્તરે થી તપાસ હાથ ધરવામાં આવે તો ક્યાંક આ ટાંકી ને લઇ તંત્ર ની અનેક પોલ બહાર આવે તેમ જોવાઈ રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.