Western Times News

Gujarati News

છેલ્લા બે વર્ષમાં ૧ર૭૭ નવી લીકર પરમીટ ઈસ્યુ થઈ જેમાં 690 મહીલાઓના નામે

અમદાવાદમાં લિકર પરમીટ મેળવવામાં મહિલાઓએ પુરુષોને પાછળ છોડયા

(એજન્સી)અમદાવાદ, શહેરમાં પ્રોહીબીશન વિભાગમાંથી અપાતી લિકર પરમીટમાં આવી છેલ્લા ર વર્ષમાં મહીલાઓ પુરુષોને પાછળ છોડીને આગળ નીકળી ગઈ છે. ર૦ર૩ અને ર૦ર૪માં અપાયેલી હેલ્થ પરમીટ અપાયેલી હેલ્થ પરમીટ અટલે કે લીકર પરમીટમાં પુરુષો કરતાં મહીલાઓની સંખ્યા વધારે છે.

અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં ૧,ર૭૭ નવી લિકર પરમીટ અપાઈ છે. તેમાથં ૬૯૦ પરમીટ મહીલાઓને અપાઈ છે. જયારે પુરુષોને પ૮૭ પરમીટ અપાઈ છે. અમદાવાદમાં લીકર પરમીટમાં ધીરે ધીરે મહીલાઓ પુરુષોની નજીક પહોચી રહી છે.

અમદાવાદમાં ર૦૧૯થી ર૦ર૪ના મે સુધીમાં કુલ ૧૪,૧૩ર લોકોની લીકર પરમીટ રીન્યુ કરવામાં આવી હતી. તેમાં ૮૧૧પ પુરુષ અને ૬રપ૭ મહીલા છે. એક દાયકા પહેલા અમદાવાદમાં અપાતી લીકર પરમીટમાં ૯૦ ટકા પરમીટ પુરુષોને અપાતી હતી.

પરંતુ મહીલાઓ પણ ધીરે ધીરે લીકર પરમીટ લેવા માંડી તેના કારણે રીન્યુઅલ અરજીઓમાં હવે પુરુષોનું પ્રમાણ ૬૦ ટકાથી ઓછુંથઈ ગયું છે. જયારે મહીલાઓ પણ ધીરે ધીરે લીકર પરમીટ લેવા માંડી તેના કારણે રીન્યુઅલ અરજીઓમાં હવે પુરુષોનું પ્રમાણ ૬૦ ટકાથી ઓછું થઈ ગયું છે. જયારે મહીલાઓનું પ્રમાણ ૪૦ ટકાથી વધારે છે.

અમદાવાદમાં મહીલાને લીકર પરમીટમાં વધારાના આંકડો ધ્યાન ખેચનારો છે. ર૦૧૯થી ર૦રર દરમ્યાન છ વર્ષમાં કુલ ર૭પ મહીલાઓને નવી લિકર પરમીટ અપાઈ હતી. જયારે છેલ્લાં ર વર્ષમાં તેના કરતા લગભગ બમણી મહીલાઓને લીકર પરમીટ અપાઈ છે. અમદાવાદમાં છેલ્લા એક દાયકામાં પરમીટ લેનારાંની સંખ્યામાં પણ જંગી વધારો થયો છે. અમદાવાદમાં ૩૧મી ડીસેમ્બર ર૦૧૩ સુધીમાં કુલ ૧૧,૮૯૦ લોકોને પરમીટ આપવામાં આવી હતી.

છેલ્લા એક દાયકામાં રીન્યુઅલ લીકીર પરમીટ સાથે કુલ ર૦,૩૩૯ લોકો પાસે લિંકર પરમીટ છે. અમદાવાદમાં જેમની પાસે લિંકર પરમીટ છે એવાં લોકો મોટા ભાગે અમદાવાદ અને ગાંધીનગરની લીકર પરમીટ ધરાવતી હોટલોમાંથી લીકર ખરીદે છે.અમદાવાદ અને ગાંધીનગરમાં રપ જેટલી હોટલોને લીકર પરમીટ આપવામાં આવી છે. આ હોટલો સામાન્ય સંજોગોમાં ૩ કરોડ રૂપિયાની આસપાસનો દારૂ વેચે છે.

દિવાળીના તહેવારમાં ૪ કરોડ રૂપિયાથી વધારે નો દારૂ વેચાયો હતો. અત્યારે પણ ઠંડીની સીઝન અને લગ્નની સીઝન ચાલુ હોવાથી લીકર પરમીટવાળી હોટલોનો ધંધો ધમધોકાર ચાલી રહયો છે. અત્યારે લિકર પરમીટ ધરાવતી હોટલોમાંથી દારૂ અને બીયર મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.