શેમ્પું અને સાબુના બોક્ષની આડમાં વિદેશી દારૂ ઝડપાયો
(એજન્સી)સુરત, સુરતમાં ઓલપાડના ભટગામ વિસ્તારમાંથી શેમ્પું અને સાબુના બોક્ષની આડમાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. ડિસ્ટાફના પ્રકાશ વાઘેલાએ બાતમી આધારે દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે બાતમીના આધારે ઓલપાડના ભટગામ વિસ્તારમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
અહીં શેમ્પું અને સાબુના બોક્ષની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરાઈ રહી હતી. જાેકે, ઓલપાડ પોલીસે સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો છે. આ તપાસમાં બિયર, ક્વાર્ટર અને વ્હિસ્કીની મોટી બોટલોનો જથ્થો ઝડપ્યો છે. શહેરમાં આ પહેલા પણ વિદેશી દારૂની બોટલ ઝડપાઇ હતી.
શહેરના ડુંગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો, રોકડ રકમ, મોબાઈલ ફોન તથા ફોર વ્હીલ કાર સહિત કુલ ત્રણ લાખથી વધુના મુદામાલ સાથે એલસીબી પોલીસે બે શખસોને ઝડપી લીધા હતા.