બચ્ચન પાસેથી શીખો કસરતમાં બહાના ન ચાલે
મુંબઈ, સેલેબ્રિટી વેલનેસ ટ્રેઇનર્સ શિવોહમ અને વૃંદાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં અમિતાભ બચ્ચન અને રણબીર કપૂર જેવા સ્ટાર્સ સાથે કામ કરવાના અનુભવો જણાવ્યા હતા અને કહ્યું હતું કે તેમનામાં એવી કઈ બાબતો છે જે તેમને ખાસ બનાવે છે.
એક ઇન્ટરવ્યૂમાં શિવોહમ અને વૃંદાએ, આ ઉંમરે પણ અમિતાભ બચ્ચનનું ડેડિકેશન અને તેમના શરીર અને મન દ્વારા હંમેશા સાચું જ થાય અને તેઓ તેમની પાસેથી શું શીખ્યા તેની વાત કરી હતી. તેણે એમ પણ કહ્યું હતું કે અમિતાભ બચ્ચન જરાક પણ મોડા પડે તો પહેલાં જ માફી માગી લે છે.
વૃંદા અને શિવોહમે કહ્યું,“અમિતાભ એક કારણ માટે આદર્શ ગણાય છે. જો તેમના જેવો સતત વ્યસ્ત રહેતો માણસ પણ કસરત માટે દરરોજ સમય કાઢી શકે તો કોઈને પણ બહાના કાઢવાનો અધિકાર નથી.” વૃંદા દાયકાઓથી અમિતાભ બચ્ચન સાથે કામ કરે છે.
“વિચારધારા વાત છે, કે જ્યારે તમને ખબર છે કે તમારા માટે કંઈક સારું છે, તો તમારે કરવું જ જોઈએ. તેમાં અનૂકૂળતા, સમય ન હોવાનું બહાનું ન ચાલે. જો મિસ્ટર બચ્ચન કસરત માટે સમય કાઢી શકે તો બીજા સામાન્ય લોકો પણ કરી જ શકે.” આગળ તેણે કહ્યું,“મારા અમિતજી સાથેના સેશન મોટા ભાગે શ્વાસ પર કામ કરવા માટે જ હોય છે.
અમે પ્રાથમિક શ્વાસોચ્છવાસની કસરતોથી શરૂ કરીએ છીએ અને પછી પ્રાણાયામ અને પ્રાથમિક યોગાસનો તરફ આગળ વધીએ છીએ. તે આ બધાના બાપ છે. તેમની પાસેથી શિસ્ત અને સમય પાલન શીખવા જેવા છે. તેઓ સમય પાલનમાં અતિશય ચોક્કસ છે.
શરૂઆતમાં જ્યારે હું તેમની ટ્રેઇનિંગ કરતી તો, અમે સવારે ૬ વાગ્યે શરૂ કરતા અને તેઓ લગભગ ક્યારેય મોડા પડતા નહોતા. જો ક્યારેય જરાક પણ મોડું થાય, તો તેઓ મને કોલ કરીને કહેતાં, “મારે મોડું થશે, મને માફ કરજો.” તેમને પાંચ-સાત મિનિટ મોડું થાય એમાં માફી માગવાની કોઈ જરૂર નથી..આપણે એ એમ જ જવા દેતાં હોઈએ છીએ, પણ મેં તેમની પાસેથી સમયની કિંમત કરતાં શીખ્યું છે.”SS1MS