Western Times News

Gujarati News

તણાવમુક્ત બની જીવન જીવી જાણો

‘તાણ’ ફક્ત બે જ અક્ષરનો બનેલો શબ્દ પરંતુ આ શબ્દ ‘તાણ’ માનવીને શારીરિક તથા માનસિક રીતે પાયમાલ કરી નાખે છે. આજના આ ઝડપી સમયના યુગમાં માનવી ઘણી વખત જુદા જુદા સંજોગોમાં વિવિધ પ્રકારનાં તનાવથી પીડાય છે. ઘણી વખત માનવી ખોટી તાણ ઉભી કરતો હોય છે જે હકીકતમં તનાવ હોય જ નહિ પણ તે વ્યક્તિનો દષ્ટીકોણ જ ‘તાણ’ પેદા કરે છે.

તનાવ બાળકથી માંડીને વૃધ્ધ માનવીને, સ્ત્રી કે પુરુષને કોઈને પણ આવે છે. આવેશ આવવાથી તાણની શરૂઆત થાય છે. અપેક્ષા તાણનું મૂળ પણ કહેવાય છે.
અધિરાઈ, આશંકા, નકારાત્મકભાવ, ઈર્ષ્યા, ચિંતા, જિદ્‌ તથા અહમ્‌ થી તનાવ ઉભો થાય છે. આજના લોકોની જીવનશૈલી પણ તાણયુક્ત બની ગઈ છે જે દરેક ક્ષેત્રમાં કે દરેક કાર્યમાં વિવિધ પ્રકારની તાણ ઉત્પન થતા માનવી ઝઝૂમતો રહે છે.

માનવીથી કોઈ ભૂલ થઈ ગઈ હોય અથવા કોઈ સમસ્યાનો ઉકેલ ન મળતા તે તાણરૂપી વમળમાં ફસાઈ જાય છે. તનાવ આવવામાં કૌટુંબિક સમસ્યા, સામાજિક, ધંધાકિય, માંદગી અથવા આર્થિક કારણ મોટો ભાગ ભજવતો હોય છે. સમાજમાં રહેતા માનવીએ પોતાના દરજ્જા પ્રમાણે ખર્ચો કરતા તાણ આવવાનીશક્યતા રહેતી હોય છે.

શું કરવું ને શું ન કરવું તેની સમજણ ન પડતા તે વ્યક્તિ હતાશ બની જાય છે. અપેક્ષા વધી જતા તથા સહિષ્ણુતા ઘટી જતા માનવીનું મન હતાશાનાં વાદળોમાંઘેરાઈ જાય છે.

તનાવ આવતા ઘણી વખત માનવી વિચારોમાં ચડી જતા ખોટું પગલું ભરી લેતા અચકાતો નથી અને કોઈ વખત આપઘાત પણ કરી બેસે છે. માનસિક પીડાનો જન્મ તનાવથી થાય છે જેથી મન અશાંત રહે છે. તનાવ વધતા માનવી ક્રોધરૂપી કષાયથી પીડાતા પોતાના જીવનનું સંતુલન બગાડવાનું કામ કરે છે અને શરીરને અસ્વસ્થ બનાવી દે છે.

અમુક માનવી તાણ વગર જીવી શકતો નથી કારણ કે તે ટેવાઈ ગયેલો હોય છે. જ્યારે માનવી તાણયુક્ત હોય ત્યારે તેના ખોરાકમાં અનિયમતતા હોવાથી તેના સ્વાસ્થ્ય પર પણ અસર પડતી હોય છે. ઘણી વખત તે વ્યક્તિને ભૂખ ન હોય તે છતાં વધું ખોરાક આરોગી જતો હોય છે અથવા ભૂખ્યો હોવા છતાં તે ભૂખ્યો જ રહે છે. ઘણી વખત તાણયુકત વ્યક્તિની ઉંઘમાં પણ અનિયમતતા આવી જાય છે જેથી ઘણી વખત નિદ્રાની ગોળી લેવી પડે છે નહિતર ઉજાગરાની અસર થવાથી બીજો દિવસ પણ તેનો બગડે છે.

તનાવ કાલ્પનિક કારણથી ઉત્પન થતો હોય છે જ્યારે ચિંતા ભૌતિક કારણથી ઉદ્‌ ભવે છે તનાવ તથા ચિંતા વચ્ચે બારીક તફાવત હોય છે. ઘણી વખત વૈદ્ય કે ડોક્ટરની દવા તનાવ દૂર કરવા નિષ્ફળ નીવડે છે અથવા દવા લેવાથી માનવી ઘેનમાં રહેવાથી તે પોતે મંદ પડી જાય છે જેથી માનવીએ પોતાની દવા પોતે જ નક્કિ કરવાની હોય છે.

માનવીએ તાણયક્તમાંથી તાણમુક્ત થવું હોય તો પોતાનું મનોબળ મજબૂત રાખશે તો તે તનાવનો પ્રતિકાર કરવા સમર્થ બની જશે. પડશે તેમ દેવાશે આ સિદ્ધાંત માનવી જો અપનાવે તો કોઈ પણ વિકટ સમસ્યાનો ઉકેલ આપોઆપ આવતો દેખાશે.

આ જમાનામાં મારગદર્શક (pજઅષ્ઠર્રર્ઙ્મખ્તૈજં) તનાવયુક્ત માનવીનું મન હળવું કરવા માટે ઘણા જ મદદરૂપબની રહે છે. આજકાલ મોટા મોટા ઉદ્યોગપતિ, નેતા, અભિનેતા, રમતવીરો ઙ્ઘીpિીજર્જૈહ આવવાથી દ્બ પોતાના કાર્યમાં સફળતા મેળવવા તેઓનું માર્ગદર્શન લેતા હોય છે.

તનાવને દૂર કરવા માનવીએ ધરમધ્યાન, નવકારમંત્ર, જાપ કરતા તેને માનસિક રાહત થઈ જાય છે. તનાવને ભૂલવા પ્રકૃતિ દર્શન, સત્સંગ અથવા ગમતી પ્રવૃત્તિઓ કરતા બીજામાં મન પરોવાઈ જતા તાણ દૂર થતી જાય છે.

તનાવ આવતા માનવીએ ગભરાયા વગર અથવા અકળાયા વગર રહેવું જેથી કોઈ ને કોઇ રસ્તો જડી આવશે. જો ડર ગયા વો મર ગયા એ પણ ભૂલવું ન જોઈએ. તાણયુક્ત માનવીએ મધુર સંગીત સાંભળતા રહેવાથી, સારું વાંચન કરવાથી, રમતગમતમાં ભાગ લેવાથી, કસરત તથા યોગા કરવાથી તથા સવારે અથવા સાંજે ચાલવાથી પોતાનું મન હળવુ બનાવી શકે છે જેથી તનાવરૂપી કાદવ કીચડમાંથી તે બહાર નીકળી શકે છે. તાણના કારણો શોધતા અને એનાથી મુક્ત થવાનો પ્રયત્ન કરતા તે વ્યક્તિ તાણમુક્ત બની જશે. સમય પણ એક દવા છે જે માનવીને તનાવમુક્ત બનાવી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.