ભીડમાં પત્નીને છોડી પ્રોડ્યુસરે અર્જુન કપૂરની હાજરીમાં જ GF મલાઈકાનો હાથ પકડ્યો
મુંબઈ, બોલિવૂડમાં આજકાલ પાર્ટીઓ અને ઈવેન્ટોનો દોર ચાલી રહ્યો છે. રિલાયન્સ ગ્રુપના નીતા અંબાણીના ભવ્ય કાર્યક્રમમાં જમાવડાએ તમામ લોકોને આકર્ષિત કર્યા હતા. આ કલ્ચરલ ઈવેન્ટના અનેક ફોટો-વિડીયો વાયરલ થઈ રહ્યાં છે, ત્યારે આજકાલ ફરી મલાઈકા અરોરા-અર્જુન અને એક પ્રોડ્યુસરનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં પ્રોડ્યુસર રિતેશ સિધવાનીએ પત્ની ડોલી સિધવાનીના ચક્કરમાં પ્રખ્યાત અભિનેત્રી મલાઈકા અરોરાનો હાથ પકડી લીધો હતો.
ખરેખર રિતેશ ફોન પર કોઈની સાથે વાત કરતો હતો. આ દરમિયાન મલાઈકા તેની પાછળ ઉભી હતી અને મલાઈકની પાછળ પત્ની ડોલી ઉભી હતી. રિતેશે ધ્યાન ન આપ્યું અને ડોલીને બદલે મલાઈકાનો હાથ પકડી લીધો. જાે કે આ જાેયા પછી તેમણે ભૂલ સુધારી અને તરત જ પોતાની પત્નીનો હાથ પકડી લીધો હતો.
મલાઈકા અરોરા એક ઈવેન્ટ દરમિયાન રિતેશ અને ડોલી સાથે હતી. મલાઈકાને જાેઈને પાપારાઝીએ થોડા સમય માટે તસવીરો ખેંચવા તેમને રોકી. આ સમયે રિતેશ ફોન પર વાત કરવામાં વ્યસ્ત હતો અને તેણે મલાઈકાનો હાથ પકડી લીધો હતો. જાેકે તરત જ તેને ખ્યાલ આવ્યો કે તેણે ભૂલ કરી છે અને ભૂલનો અહેસાસ કરી મલાઈકાને છોડીને ડોલીનો હાથ પકડી લીધો હતો. આ Ops મૂમેન્ટ જાેઈને ત્રણેય થોડીવાર હસતા જાેવા મળ્યા.
મલાઈકાએ પાર્ટીમાં સેટીન મેક્સી ડ્રેસ પહેર્યો હતો. આ આઉટફિટમાં તેનો થાઈ-હાઈ સ્લિટ અને કેપ લુક શાનદાર લાગતો હતો. મલાઈકાના આ આઉટફિટમાં એક ખભા ઉપર ફ્લોઈંગ ક્રેપ ડ્રેપ હતી. એમ્બેલિશ્ડ ક્લચ, બ્રાઉન બ્લોક હીલ્સની જાેડી અને એક લેયર્ડ બ્રેસલેટ સાથે મલાઈકાએ પોતાના લુકને ચાર ચાંદ લગાવ્યા હતા. ગોર્જિયસ અટાયરની સાથે તેણે મેકઅપ વગર અને ગુલાબી લિપ કલર સાથે પોતાના લુકને સિમ્પલ સ્ટનિંગ બનાવ્યો હતો. જાેકે તેણે વાળ બનમાં બાંધ્યા હતા.
મલાઈકા તાજેતરમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં એક ઈવેન્ટમાં તેના બોયફ્રેન્ડ એક્ટર અર્જુન કપૂર સાથે જાેવા મળી હતી. વર્ક ફ્રન્ટ પર મલાઈકા અરોરા છેલ્લે તેના રિયાલિટી ટીવી શો ‘મૂવિંગ ઇન વિથ મલાઈકા’માં જાેવા મળી હતી. આ સિવાય તે ગુરૂ રંધાવા સાથે એક મ્યુઝિક વિડીયોમાં જાેવા મળી હતી.SS1MS