નવી ગર્લફ્રેન્ડને છોડી માહિરા ખાન સાથે વધી હૃતિક રોશનની નિકટતા!
મુંબઈ, સાઉદી અરેબિયાના જેદ્દાહમાં આયોજિત રેડ સી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૨માં બોલિવૂડ એક્ટર ઋત્વિક રોશન અને પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાન ડિનર ટેબલ પર વાતચીત કરતા જાેવા મળ્યા હતા. બંને સ્ટાર્સે હસતા અને એકબીજા સાથે વાત કરતા પોઝ આપ્યા હતા.
શુક્રવારે તેની કેટલીક તસવીરો અને વીડિયો ઓનલાઈન વાયરલ થયા હતા. બંને સ્ટાર્સે ફેસ્ટિવલના સમાપન સમારોહમાં હાજરી આપી હતી. ઇવેન્ટમાં પહોંચતાની સાથે જ હૃતિકે તેની આસપાસના લોકોને કહ્યું, અહીં આવીને ખુશી થઇ, આ શાનદાર છે. તેણે તસવીરો માટે પોઝ પણ આપ્યા અને ફોટોગ્રાફર્સ સાથે વાતચીત કરી. કેમેરા માટે સ્માઇલ કરતા માહિરાએ પણ જુદા જુદા પોઝ આપ્યા હતા.
હૃતિક અને માહિરા ખાન સ્ટેજ પાસે એકબીજાની બાજુમાં બેઠા હતા. એક ક્લિપમાં, હૃતિક માહિરાને કંઈક પૂછે છે જે દરમિયાન માહિરા ખૂબસૂરત લાગી રહી છે. આ ઇવેન્ટમાં હૃતિકે બ્લેક જેકેટની નીચે વ્હાઇટ શર્ટ અને મેચિંગ પેન્ટ પહેર્યું હતું, તેણે તેની સાથે કલરફુલ ટાઈ અને બ્લેક શૂઝ પસંદ કર્યા હતા. બીજી તરફ માહિરા સ્લીવલેસ ગોલ્ડન ગાઉનમાં જાેવા મળી હતી જેના પર ટ્રાન્સપરન્ટ કેપ હતી.
ઘણા દિવસો સુધી ચાલનારા આ ફેસ્ટિવલમાં હૃતિક અને માહિરા ઉપરાંત શાહરૂખ ખાન, કાજાેલ, સોનમ કપૂર, કરીના કપૂર ખાન, સૈફ અલી ખાન, રણબીર કપૂર જેવી અનેક સેલિબ્રિટીઓએ પણ ભાગ લીધો હતો. આ ઈવેન્ટને ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઘણી હસ્તીઓ દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી. માહિરા છેલ્લે આ વર્ષની શરૂઆતમાં રિલીઝ થયેલી ફવાદ ખાન સાથે મૌલા જટ્ટમાં જાેવા મળી હતી.
ફવાદ સાથે તેનો આગામી પ્રોજેક્ટ નીલોફર પણ પાઇપલાઇનમાં છે. બીજી તરફ, હૃતિક રોશન ફાઇટરમાં જાેવા મળશે, જેનું ડાયરેક્શન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે. તેમના સિવાય આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ, અનિલ કપૂર, કરણ સિંહ ગ્રોવર અને અક્ષય ઓબેરોય પણ મુખ્ય ભૂમિકામાં છે.
તેને ભારતની પ્રથમ એરિયલ એક્શન ડ્રામા તરીકે વર્ણવવામાં આવી રહી છે. ફાઈટર ૨૫ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ થિયેટર્સમાં રિલીઝ થવાની છે. હૃતિક તાજેતરમાં તમિલ હિટ ફિલ્મની હિન્દી રિમેક વિક્રમ વેધામાં જાેવા મળ્યો હતો.SS1MS