૧૮૦ પોલીસકર્મીઓએ મેગા કોમ્બિંગ કરી ૬૯૦ લોકો સામે કાયદેસરની કાર્યવાહી

તહેવારોને ધ્યાનમાં રાખી અંકલેશ્વર સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં પોલીસ દ્વારા કોમ્બિંગ
(પ્રતિનિધિ)ભરૂચ, આગામી દિવસોમાં વિવિધ તહેવારો આવી રહ્યા છે.ત્યારે આ તહેવારો દરમ્યાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા મંગળવારે રાતે મેગા કોમ્બિંગનું આયોજન કર્યું હતું.જેમાં ભરૂચ શહેર,દહેજ તથા અંકલેશ્વરને ધમરોળી ૬૯૦ જેટલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ તરફથી મળેલી સૂચનાના આધારે ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલે આગામી તહેવારોને ધ્યાને લઈ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને હંતિમય વાતાવરણમાં તહેવારોની ઉજવણી થાય તે ઉદ્દેશ્યથી
અગમચેતીના ભાગરૂપે નાયબ પોલીસ અધિક્ષકના સુપરવિઝન હેઠળ ભરૂચ જીલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવી ભરૂચ સી ડીવીઝન પો.સ્ટે. વિસ્તાર, દહેજ પો.સ્ટે. વિસ્તાર તેમજ અંકલેશ્વર શહેર વિસ્તારમાં મંગળવારે રાતે કોમ્બિંગ આયોજન કરાવ્યું હતું.
આ કોમ્બીંગમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગૃપ, પેરોલ ફર્લો સ્કોડ, ક્યુ.આર.ટી, બોમ્બ સ્કોડ અને સ્થાનિક પોલીસ સહિતની ટીમ જાેડાઈ હતી.ભરૂચ જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનની ટીમોની મદદ સાથે ૩૦ થી વધુ પોલીસ અધિકારીઓએ આ વિસ્તારોને ધમરોળ્યા હતા.
જેમાં પોલીસે મોટર વેહિકલ એક્ટ ૨૦૭ હેઠળ ૧૬૬ વાહન જપ્ત કરાયા હતા.મકાન માલિકો વિરુદ્ધ ૈંઁઝ્ર ૧૮૮ હેઠળ જાહેરનામા ભંગના ૮૩ ગુના દાખલ કરાયા હતા. પ્રોહીબીશનના ૬૧ કેસ દાખલ કરાયા હતા.મોટર વેહિકલ એક્ટ ૧૮૫ હેઠળ ૨ કેસ કરાયા હતા.ગુજરાત પોલીસ એક્ટ ૧૩૫ હેઠળ ૨ ગના દાખલ કરાયા હતા.તો બહાર ગામથી આવલા ૩૭૬ લોકોની બીરોલ દાખલ કરાયા હતા અને કાર્યવાહી કરવામાં આવી હતી.