ખારીકટ કેનાલમાં કેમિકલયુક્ત પાણી છોડનાર સામે કાયદેસર કાર્યવાહી થશે
હંસપુરામાં નવી ટાંકી બનાવવા કલેક્ટર પાસેથી જમીન લેવામાં આવીઃ ભરત પટેલ
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ખારીકટ કેનાલ ડેવલપ કરવા માટેનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે પરંતુ કેનાલમાં આવતા કેમિકલ યુક્ત પાણીની માત્રા સહેજ પણ ઓછી થઈ નથી. છેલ્લા બે દિવસ દરમિયાન થયેલ વરસાદના પગલે કેનાલમાં ખુબ જ મોટાપાયે દુર્ગંધયુક્ત પાણી આવ્યું છે.
તંત્ર દ્વારા પાણીની સમસ્યાના નિવારણ માટે ટાંકીઓ બનાવાની જાહેરાત કરવામાં આવે છે પરંતુ જમીન ન હોવાથી તમામ પ્રોજેક્ટમાં વિલંબ થાય છે. આ તમામ મુદ્દે વોટરસપ્લાય કમિટીમાં ચર્ચા થઈ હતી. મ્યુનિસિપલ વોટર સપ્લાય કમિટિના ડેપ્યુટી ચેરમેન ભરતભાઈ પટેલના જણાવ્યા મુજબ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલી
ખારીકટ કેનાલમાં નરોડા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી કેટલીક કેમિકલ ફેક્ટરીઓના માલિકો દ્વારા કેમિકલયુક્ત પાણી ખારીકટ કેનાલમાં છોડવામાં આવતા નરોડા જીઆઇડીસીને નોટિસ આપી ખુલાસો માંગવામાં આવ્યો છે. નરોડા જીઆઇડીસી વિસ્તારમાં આવેલા ઉદ્યોગો દ્વારા ગેરકાયદેસર કનેક્શનો કરી અને કેમિકલયુક્તયુક્ત પાણી કેનાલમાં છોડવામાં આવે છે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે.
રવિવારે પડેલા ભારે વરસાદના કારણે કેટલાક ઉદ્યોગો દ્વારા કેમિકલ યુક્ત પાણી ખારી કટ કેનાલમાં છોડવામાં આવ્યું હતું જેના કારણે આખી કેનાલના પાણીનો રંગ બદલાઈ ગયો હતો અને આસપાસના નાગરિકોને દુર્ગંધનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં નાગરિકોને પૂરતા પ્રમાણમાં પાણી પહોંચી રહે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીની નવી ટાંકીઓ બનાવવાનું આયોજન કરવામાં આવે છે.
પાણીની ટાંકી બનાવવા માટે જે પ્લોટ ફાળવવામાં આવ્યા છે તેમા ઊભી થતા અન્ય પ્લોટ સુધી ત્યાં પાણીની ટાંકી બનાવવા માટેની સૂચના આજે મળેલી વોટર કમિટીમાં આપવામાં આવી હતી નારણપુરા અને વેજલપુર વિસ્તારમાં જે પ્લોટ ફાળવવામાં આવ્યા છે
તેમાં નાના-મોટા કારણોના લીધે અન્યત્ર પ્લોટ ઝડપથી મેળવી કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું હતું. શહેરના નારણપુરા વિસ્તારમાં એ ટાંકી બનાવવા માટે જે પ્લોટ પાડવામાં આવ્યો છે તે પ્લોટની ઉપરથી હાઈટેન્શન વાયર પસાર થાય છે જેના કારણે ત્યાં પાણીની ટાંકી બની શકે તેમ નથી જેથી અન્યત્ર પ્લોટ શોધી ત્યાં ટાંકી બનાવવાનું આયોજન કરવા માટેની સૂચના આપવામાં આવી છે બીજી તરફ વેજલપુર વિસ્તારમાં પણ આ જ રીતે પ્લોટમાં સમસ્યા ઊભી થઈ. છે.
પાણીની ટાંકી બનાવવા માટે જે પ્લોટ ફાળવવામાં આવે છે તેમાં કોઈ સમસ્યાઓ હોય તો વોર્ડ અને ઝોનની સંકલન મીટીંગમાં આ બાબતોને રજૂ કરી ઝડપથી અન્યત્ર જગ્યાએ પ્લોટ મેળવવા અથવા કલેક્ટરના પ્લોટ પણ મેળવવા માટેની સૂચના અધિકારીઓને આપવામાં આવી છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે શહેરના નરોડા વિસ્તારમાં આવેલા હંસપુરા ગામમાં નવી પાણીની ટાંકી બનાવવા કલેક્ટર હસ્તગતનો ૨૫૦૦ ચો.મીટરનો પ્લોટ લેવામાં આવ્યો છે. કલેક્ટરમાં પણ આ બાબતે ડીસા ભરી અને પ્લોટ મેળવી લેવામાં આવ્યો છે જેથી આગામી દિવસોમાં ત્યાં ઝડપથી પાણીની ટાંકી બનાવવામાં આવશે અને આસપાસના વિસ્તારોને પાણી મળી રહેશે.
વેજલપુર વિસ્તારમાં ડીએસપી ક્વાર્ટર્સ પાસે ગટરનું પાણી બેક મારતી હોવા અંગેની ફરિયાદ પણ ઉઠી હતી જેથી તે બાબતે અધિકારીઓને રજૂઆત કરતા તેઓ જણાવ્યું હતું કે ત્યાં ૯૦૦ દ્બદ્બની લાઇન જાય છે જેમાં ચારથી પાંચ જેટલા બ્રેક ડાઉન થયા હતા. હવે આગામી દિવસોમાં આ લાઈનને રિહેબ કરવા માટેની સૂચના પણ આપવામાં આવી છે. ચાંદલોડિયા યદુડી તળાવ રીપેરીંગ કરવા માટેની સૂચના આપી છે.