“કામકાજના સ્થળે જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩” અંગે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો
(માહિતી) રાજપીપલા, ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય હેઠળની મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી-નર્મદા દ્વારા કામકાજના સ્થળે જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ ની જિલ્લાના નાગરિકોમાં જાગૃતિ કેળવાય અને આવા પ્રકારના કેસો ન બને તે માટે વિવિધ સ્થળોએ લોકજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત ગઇકાલે તા.૨૮ મી ડિસેમ્બર,૨૦૨૨ ને બુધવારના રોજ તિલકવાડા સરકારી વિનયન કોલેજ ખાતે જાગૃતિ સેમિનાર યોજાયો હતો.
આ સેમિનાર દરમિયાન વિદ્યાર્થીનીઓને નિષ્ણાંતો દ્વારા વિસ્તૃતમાં માહિતી પુરી પડાઇ હતી. જાતિય સતામણીની ઘટના સહન નહિ કરી તેની સામે અવાજ ઉઠાવી તેનો સામનો કરવા માટે જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવ્યાં હતા.
તિલકવાડા સરકારી વિનિયત કોલેજ ખાતેના સેમિનારમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શાળાના વિદ્યાર્થીનિઓને “કામકાજના સ્થળે જાતિય સતામણી અધિનિયમ ૨૦૧૩” હેઠળ કાયદાકીય માર્ગદર્શન પુરુ પડાયું હતુ. નર્મદા જિલ્લાના નવનિયુક્ત દહેજ પ્રતિબંધક અધિકારી-સહ-રક્ષણ અધિકારીશ્રી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી જે.બી.પરમારના માર્ગદર્શન હેઠળ આ સેમિનાર યોજાયો હતો.
આ સેમિનારમાં રાજ્ય બાળ સંરક્ષણ આયોગના પૂર્વ અધ્યક્ષા તેમજ સ્થાનિક ફરિયાદ નિવારણ સમિતિના અધ્યક્ષા શ્રીમતી ભારતીબેન તડવી, બાળ વિકાસ યોજના અધિકારી સુશ્રી અસ્મિતાબેન, તિલકવાડા પોલીસ મથકના પીએસઆઈશ્રી એ.જી. ખોથ, ર્નિભયા સ્કોડ (જીૐઈ ્ઈછસ્) તિલકવાડા સખી વન સ્ટોપના કેન્દ્ર સંચાલક શ્રીમતી અંકિતાબેન પટેલ, સહિતના મહાનુભાવોએ ‘કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩’ અન્વયે જરૂરી કારદાકીય માર્ગદર્શન અને જાતીય સતામણી અંગે ઉદાહરણ સાથે વિસ્તૃત પૂર્વક માહિતી પુરી પાડી હતી.
સાથે મહિલા વિવિધ લક્ષિ યોજનાઓની માહિતી પેમ્પ્લેટ વિતરણ કરવામાં આવ્યા હતા. આ તબક્કે કોલેજની વિદ્યાર્થીનીઓ, આઇ.ટી.આઇ. ની વિદ્યાર્થીનીઓ અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહી સેમિનારને સફળ બનાવ્યો હતો.
ટ્ઠ