Western Times News

Gujarati News

હોળી પછી લીંબુના ભાવ રૂ.ર૦૦ સુધી પહોંચવાની શકયતા

રમઝાનની શરૂઆતની સાથે જ ભાવમાં બમણો વધારો થઈ ગયો -અમદાવાદમાં લીંબુના ભાવ ૧૪૦થી ૧૭૦ રૂપિયે કિલોને પણ આંબી ગયા !

(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં ઉનાળાની શરૂઆતની સાથે જ લીબુના ભાવ બમણા થઈ ગયા છે ! અમદાવાદ જમાલપુર હોલસેલ માર્કેટમાં અઠવાડીયે પહેલા જે સ્ટોરેજના લીબુ ૪૦થીપ૦ રૂપિયે કિલો મળતા હતા તે આજે ૭૦થી૯૦ રૂપિયા કિલો અને તાજા લીબુ જે પ૦થી ૬૦ રૂપિયે કિલો મળતા હતા તે હાલમાં હોલસેલમાં ૧૦૦થી૧ર૦ રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહયા છે.

શહેરના વિવિધ વિસ્તારોમાં છુટક બજારમાં હાલ લીબુનો કિલોનો ભાવ ૧૪૦થી ૧૭૦ રૂપિયા સુધી પહોચી ગયો છે. જમાલપુર માર્કેટમાં વેપારીઓના જણાવ્યા મુજબ રમઝાન માસની શરૂઆત થતા માંગમાં વધારો થતા લીંબુના ભાવમાં બમણો વધારો થઈ જવા પામ્યો છે. તા.ર૬ ફેબ્રુઆરી મહાશીવરાત્રીના દિવસે તાજા લીબુના ભાવ હોલસેલમાં પ૦ થી ૬૦ રૂપિયા હતા. બીજા દિવસે તે વધીને ૬૦થી૭૦ થયા હતા. અને તા.૧ અને ર માર્ચથી ભાવ સીધી બમણા થઈને હાલ ૧૦૦થી૧ર૦ રૂપિયે કિલો થઈ ગયા છે.

પુર્વ અમદાવાદ બાપુનગર, ઓઢવ, અમરાઈવાડી, નારોલ, નરોડા ઠકકરબાપાનગર કુબેરનગર સહીતના વિસ્તારોના શાકમાર્કેટમા છુટક બજારમાં લીબુ ૧૪૦થી૧પ૦ રૂપિયે કિલો વેચાઈ રહયા છે. જયારે પશ્ચિમ અમદાવાદ ના પોશ વિસ્તારોમાં ૧૭૦ રૂપિયા કિલોના ભાવે લીબુ વેચાઈ રહયા છે.

વેપારીઓના મતે અમદાવાદમાં વર્ષ ર૦રરમાં ઉનાળામાં રેકોડબ્રેક લીબુના હોલસેલનો ભાવ રર૦ રૂપિયે કિલો થઈ ગયો હતો. ત્યારે છૂટક બજારમાં લીંબુ ૪૦૦ રૂપિયે કિલોના ભાવે વેચાયા હતા. ત્યારે કોરોનાકાળમાં ચાલતો હતો માનલી આવક ઓછી હતી તેથી આ સ્થિતી સર્જાઈ હતી.

અમદાવાદમાં હાલ કર્ણાટક અને આંંધ્રપ્રદેશમાંથી રોજના ૧૦૦ ટન લીબુની આવક થઈ રહી છે. ગુજરાતમાં રાજકોટ અને ભાવનગરમાં લીબુની આવક થાય છે. પરંતુ તે લોકલ પુરતી જ સીમીત છે. હોળી પછી લીબુના ભાવ ર૦૦ રૂપિયા સુધી પહચી જશે તેવી ધારણા વેપારીઓ વ્યકત કરી રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.