સ્તનપાન કરી રહેલા માસુમને દીપડો ખેંચી જતા ધોધંબા પંથકમાં હાહાકાર.!!
ધોધંબાના વાવકુંડલી ગામે ખેતરમાં દરવાજા વગરના ઝુપડામાંથી બાળકને ખેંચી ગયો.
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ઘોઘંબા તાલુકાના વાવકુંડલી ગામે કાચા ઝુપડામાં સંતાનો સાથે રહેતી માતા અંદાઝે રાત્રિના ૩ કલાકે આઠ માસના પુત્ર મયુર ને સ્તનપાન કરાવી રહી હતી ત્યારે અચાનક ઘસી આવેલા દીપડાએ માતાના ખોળા માંથી માસુમ સંતાનને ખેંચી લઈ જઈને શિકાર કરતા સમગ્ર ઘોઘંબા પંથકમાં માનવભક્ષી દીપડાના આંતકના પગલે ભય નો હાહાકાર પ્રસરી જવા પામ્યો છે.
જાે કે દીપડો માતાના ખોળામાંથી માસુમ બાળકને ખેંચી ગયો હોવાની ઘટના ની જાણ થતા ધોધંબા આર.એફ.ઓ અને એ.સી.એફ સતિષ બારીઆ ઘટના સ્થળે દોડી જઈ ને સર્ચ અભિયાન હાથ ધરતા માસુમ બાળકના ચહેરા ને ફાળી ખાધેલો મૃતદેહ ખેતરની છેડે આવેલ નાની ડુંગળીના પથ્થરો ઉપરથી મળી આવ્યો હતો.
ધોધંબા પંથકના જંગલ વિસ્તારમાં દીપડાઓ ભરી રહ્યા હોવાના આ સ્થાનિક રહીશોના અહેવાલો વચ્ચે વાવકુંડલી ગામે જંગલને અડીને આવેલ એક ખેતરમા દરવાજા વગરના કાચા ઝુંપડા માં માતા જસોદાબેન પોતાના બે સંતાનો સાથે ખાટલા ઉપર સુતા હતા
અને અંદાઝે રાત્રિના ૩ કલાકના સુમારે માતા પોતાના આઠ માસના પુત્ર મયુરને સ્તનપાન કરાવી રહ્યા હતા ત્યારે અચાનક ત્રાટકેલા દીપડોએ માતાની ગોદમાંથી પુત્રને ખેંચી લઈને વીજળીક ગતીએ પલાયન થઈ જતા સર્જાયેલા આક્રંદના હાહાકાર સાથે સ્થાનિક રહીશો દોડી આવ્યા હતા.
સાથોસાથ ધોધંબા આર.એફ.ઓ અને કર્મચારીઓની ટીમ પણ વાવકુંડલી ગામે દોડી જઈને દીપડાનો શિકાર બનેલા માસુમ બાળકને શોધવા માટે હાથ ધરેલા સર્ચ અભિયાનમાં જંગલ વિસ્તારને અડીને આવેલ નાની ડુંગળીના પથ્થરો ઉપરથી માસુમ બાળક નો મૃતદેહ મળી આવ્યો હતો.
આ ભયાનક દ્રશ્યો માં માનવભક્ષી દીપડાએ આઠ માસના માસુમનો ચહેરો ફાડી નાખીને શિકાર કર્યો હતો. જાે કે ગત સાંજના અંદાઝે પાંચ કલાક ના અરસા મા આ ખેતર ફરતે દીપડો દેખ્યો હોવાનુ બાજુમાં રહેતા રહીશો અને અન્ય ખેતરો માં રહેલા રહીશો એ પણ જણાવ્યું હતું જાે કે શિકારની શોધમાં નીકળેલા દીપડાએ માસુમ બાળકોનો શિકાર કરતા સમગ્ર પંથકમાં ભય પ્રસરી જવા પામ્યો છે.!!