Western Times News

Gujarati News

દારૂ પીને વ્યક્તિ હેવાન બની જાય છેઃ સુપ્રીમ કોર્ટ

AI Image

પોલીસ FIRમાં, માતાએ પોતાના પતિ પર તેમની ૭ વર્ષની પુત્રીનું યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો.

(એજન્સી)નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે પોતાની દીકરીના યૌન શોષણ મામલે દોષિત ડૉક્ટરને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે દારૂ પીને વ્યક્તિ હેવાન બની જાય છે. જસ્ટિસ બી.વી. નાગરત્ના અને સતીશ ચંદ્ર શર્માની બેન્ચે ઉત્તર પ્રદેશમાં ૭ વર્ષની દીકરી સાથે દુષ્કર્મ કરનાર દોષિત કાર્ડિયોલોજિસ્ટની સજાને સ્થગિત કરવાનો ઇનકાર કર્યો હતો.

સુનાવણી દરમિયાન, જસ્ટિસ નાગરત્નાએ ડૉક્ટરના વકીલને કહ્યું કે, તમારા અસીલને નીચલી અદાલતે પોતાની ૭ વર્ષની દીકરીનું યોન શોષણ કરવા બદલ દોષિત ઠેરવ્યા છે. તમારા અસીલને કોઈપણ પ્રકારની રાહત મળવાનો હક નથી. દીકરીએ તેના પિતા વિરુદ્ધ નિવેદનો આપ્યા છે.

કોર્ટે આ મામલે વધુમાં કહ્યું કે, ડૉક્ટર એક વિકૃત વ્યક્તિ છે, તે કોઈ રાહતને પાત્ર નથી. કોઈ તેની પુત્રી સાથે આવું કૃત્ય કેવી રીતે કરી શકે છે?, દીકરી તેના પોતાના પિતા વિરુદ્ધ કેમ જુબાની આપશે! તે એક નાની છોકરી છે જેને ઉલટતપાસનો સામનો કરવો પડ્યો છે. આપણે એવું ન કહેવું જોઈએ, પરંતુ અમે સૌથી ઉદાર બેન્ચ છીએ. જો આપણે જામીન નથી આપી રહ્યા તો તેની પાછળ કારણો છે.

તેણે દારૂના નશામાં દીકરીનું યૌન શોષણ કર્યું છે. પોલીસ એફઆઈઆરમાં, માતાએ પોતાના પતિ પર તેમની ૭ વર્ષની પુત્રીનું યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. પીડિતાની માતાએ કહ્યું હતું કે, હું વારાણસીમાં રહું છું, જ્યારે મારો પતિ હલ્દવાનીમાં રહે છે જ્યાં તે ન‹સગ હોમ ચલાવે છે. ૨૩ માર્ચ, ૨૦૧૮ ના રોજ, તે દીકરીને હલ્દવાની લઈ ગયો અને ૩૦ માર્ચે મને ફોન કરીને દીકરીને લઇ જવા કહ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.