કાશ્મીરના અનેક શહેરોમાં પારો શૂન્યથી નીચે, મસૂરી કરતા દિલ્હી ઠંડુ

(એજન્સી)નવી દિલ્હી, દેશના વિવિધ રાજ્યોમાં વધતી જતી ઠંડીના કારણે ધુમ્મસ છવાવા લાગ્યું છે. કાશ્મીરના અનેક શહેરોમાં પારો શૂન્યથી નીચે ઉતરી ગયો છે. રાજસ્થાનના કેટલાક ભાગોમાં શીત લહેર ચાલુ રહેવાની ધારણા છે. ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિશામાંથી આવતા ઠંડા પવનને કારણે ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના મોટા ભાગોમાં ઠંડી ચમકી છે.
હવામાનમાં આવેલા બદલાવ વચ્ચે રાજધાની દિલ્હી પર્વતોની રાણી મસૂરી સહિત અન્ય ઠંડા વિસ્તારો કરતાં વધુ ઠંડુ રહ્યું હતું.
રાજસ્થાનના ઘણા ભાગોમાં ઠંડીનું મોજું ચાલી રહ્યું છે. સૌથી ઓછું તાપમાન સીકરના ફતેહપુરમાં ૨.૪ ડિગ્રી નોંધાયું હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાનના ૧૦ શહેરોમાં ઠંડીની સૌથી વધુ અસર જાેવા મળી છે. ધુમ્મસ અને ઝાકળએ પણ લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. ચુરુમાં છેલ્લી રાત છેલ્લા ૧૦ વર્ષમાં નવેમ્બરની બીજી સૌથી ઠંડી રાત હતી. અહીં, ઉત્તર રાજસ્થાનના ગંગાનગર, હનુમાનગઢ, ચુરુ અને સીકરના કેટલાક વિસ્તારોમાં હળવું ધુમ્મસ છવાયું હતું.
હવામાન નિષ્ણાતોના મતે તાપમાનમાં આ ઘટાડો એક-બે દિવસ સુધી ચાલુ રહી શકે છે. જયપુર હવામાન કેન્દ્ર તરફથી જાહેર કરવામાં આવેલ રિપોર્ટ અનુસાર, કોટા, ચુરુ અને અજમેર જિલ્લામાં રાત્રિનું લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ૬ ડિગ્રી સેલ્સિયસથી નીચે ગયું હતું.
પીગળતા શિયાળાની સૌથી વધુ અસર શેખાવતીના સીકર અને ચુરુમાં જાેવા મળી હતી. અહીં તાપમાન પાંચ ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું હતું. હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે આ દિવસોમાં પર્વતો પર હિમવર્ષાનો સમયગાળો છે.