પત્નીએ શેરબજારમાં કરેલું દેવું ચૂકવવાની જવાબદારી પતિની: સુપ્રીમ કોર્ટ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/Supreme-Court-1024x683.jpg)
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદામાં જણાવ્યું કે, જો દંપતી વચ્ચે મૌખિક કરાર થાય છે, તો પત્નીનું દેવું ચૂકવવાની જવાબદારી પતિ પર આવી શકે છે.
આ મામલો સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પીએસ નરસિંહા અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચ સમક્ષ આવ્યો હતો. આ કેસ એક એવા દંપતી સાથે જોડાયેલો છે જેમણે શેરબજારમાં રોકાણ કર્યું હતું. કેસની વિગતો એવી છે કે, પત્નીને શેરબજારમાં ભારે નુકસાન થયું હતું અને તે દેવામાં ડૂબી ગઈ હતી. જ્યારે મામલો મધ્યસ્થી ટ્રિબ્યુનલ સુધી પહોંચ્યો ત્યારે તેણે પતિ અને પત્ની બંનેને દેવાદાર જાહેર કર્યા હતા.
આ નિર્ણય સામે પતિએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો પરંતુ તેને ત્યાં કોઈ રાહત મળી નહીં. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, મૌખિક કરારના આધારે પણ પતિને પત્નીના શેરબજારના દેવા માટે જવાબદાર ઠેરવી શકાય છે.
બોમ્બે સ્ટોક એક્સચેન્જના ૧૯૪૭ના કાયદાનો ઉલ્લેખ કરતા કોર્ટે કહ્યું કે, જો ટ્રિબ્યુનલ ઈચ્છે તો તે પતિ પર નાણાકીય જવાબદારી લાદી શકે છે.પતિ-પત્નીના અલગ-અલગ ટ્રેડિંગ એકાઉન્ટ હતા પરંતુ તેઓ તેને સાથે મળીને ચલાવતા હતા. પત્નીને થયેલા નુકસાનની ભરપાઈ પતિના ખાતામાંથી કરવામાં આવી હતી, જેના કારણે તેનું ડેબિટ બેલેન્સ વધ્યું હતું.
જ્યારે પતિએ આને પડકાર્યાે ત્યારે ટ્રિબ્યુનલે સ્પષ્ટપણે કહ્યું કે આ લોન બંનેની સંયુક્ત જવાબદારી છે. સુપ્રીમ કોર્ટે પણ આને મંજૂરી આપી અને આદેશ આપ્યો કે પતિએ ૯ ટકા વાર્ષિક વ્યાજ સાથે ૧.૧૮ કરોડ રૂપિયા ચૂકવવા પડશે.SS1MS