Western Times News

Gujarati News

Gujarat રાજ્યમાં તમામ તાલુકા મથકોએ ગ્રંથાલય ઉભા કરાશે: મુળુભાઈ બેરા

પ્રતિકાત્મક

·         રાજ્યમાં પાંચ સ્માર્ટ ગ્રંથાલયો કાર્યરત: આગામી સમયમાં નવા ત્રણ કાર્યરત કરવાનું આયોજન

·         જિલ્લા – તાલુકા મથકે કાર્યરત ગ્રંથાલયમાં સ્પર્ધાત્મક પરીક્ષાનું સાહિત્ય ઉપલબ્ધ

·         વિદ્યાર્થીઓ સવારે ૭.૦૦થી રાત્રિના ૧૨.૦૦ વાગ્યા સુધી વાંચન કરી શકે છે

સાંસ્કૃતિક મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે રાજ્યના વિદ્યાર્થીઓ ઉચ્ચ શૈક્ષણિક કારકિર્દીના ઘડતર સાથે સ્પર્ધાત્મક પરીક્ષા માટે માહિતી મેળવી શકે તે માટે તમામ તાલુકા મથકોએ નવા ગ્રંથાલય ઉભા કરવામાં આવશે. Libraries will be set up at all taluka centers in the state: Mulubhai Bera

આજે વિધાનસભામાં રાજ્યમાં સાર્વજનિક ગ્રંથાલયોમાં કોમ્પ્યુટરાઈઝેશનની સેવાઓના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી શ્રી એ ઉમેર્યું હતું કે, રાજ્યમાં છોટાઉદેપુર, મોડાસા, બોટાદ, લુણાવાડા, વેરાવળ અને કડાણા મળીને કુલ સાત સરકારી ગ્રંથાલય કોમ્પ્યુટરાઈઝ્ડ કરાયા છે.

કોમ્પ્યુટરાઈઝેશન થવાથી પુસ્તકોની લેવડ-દેવડમાં સરળતા રહે છે. પુસ્તકો શોધવામાં વર્ગીકરણમાં, સૂચિકરણમાં નોંધણી અને ડેટા એન્ટ્રી પ્રક્રિયા વધુ સરળ બને છે. જેના પરિણામે કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો થયો છે.

મંત્રી શ્રી મુળુભાઈ ઉમેર્યું હતું કે, રાજ્યમાં પાંચ કરોડના ખર્ચે પાંચ સ્માર્ટ ગ્રંથલાયો કાર્યરત કરાયા છે અને આગામી સમયમાં નવા ત્રણ સ્માર્ટ ગ્રંથોનું નિર્માણ કરાશે. આ સ્માર્ટ ગ્રંથાલયમાં ઓડિયો વીડિયોની સુવિધા, સીસીટીવી કેમેરા, અધ્યતન આઈડીની સુવિધા સહિત અધ્યતન બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવશે.

તેમણે ઉમેર્યું કે, રાજ્યના યુવાઓ-વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા માટે માર્ગદર્શન મળી રહે તે માટે કાર્યરત જિલ્લા – તાલુકા મથકે ગ્રંથાલાયો પાસે પૂરતું સાહિત્ય ઉપલબ્ધ છે. તેમજ વિદ્યાર્થીઓ આ ગ્રંથાલયમાં વાંચી શકે તે માટે સવારે ૭.૦૦ થી રાત્રિના ૧૨.૦૦ વાગ્યા સુધીની સુવિધાઓ પણ આપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.