Western Times News

Gujarati News

LICએ Saral Pension પ્લાન લૉન્ચ કર્યો

નવી દિલ્હી. ભારતીય જીવન વીમા નિગમ (Life Insurance Corporation of India- LIC)એ 1 જુલાઈ, 2021થી એલઆઇસીની સરલ પેન્શન યોજના (LIC Saral Pension Plan) લૉન્ચ કરી છે. આ નોન-લિંક્ડ, સિંગલ પ્રીમિયમ યોજના હશે.

તે ભારતીય વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણના દિશા-નિર્દેશો અનુસાર Immediate Annuity plan છે. આ પ્લાનમાં તમામ જીવન વીમાકર્તાઓ માટે સમાન નિયમો અને શરતો લાગુ પડશે. LICના આ પ્લાન હેઠળ પોલિસીધારકની પાસે સિંગલ પ્રીમિયમ ચૂકવણી કરવાના ઉપલબ્ધ બે વિકલ્પમાંથી એન્યુટી પસંદ કરવાનો વિકલ્પ છે. આ સ્કીમમાં પોલિસી શરૂ થયાની તારીખથી 6 મહિના બાદ કોઈ પણ સમયે લોન મળી શકશે.

પહેલો વિકલ્પ Life Annuity ખરીદ મૂલ્યના 100 ટકાની વાપસી સાથેનો છે. જ્યારે બીજો વિકલ્પ last Survivorના મૃત્યુ પર ખરીદ મૂલ્યના 100 ટકાની વાપસી સાથે Joint Life Last survivor annuityની સાથે છે. તેમાં પોલિસીની શરૂઆતમાં વાર્ષિક દરોની ગેરન્ટી છે અને Annuity સમગ્ર જીવન કાળમાં મળવા પ્રાપ્ત છે.

આ પ્લાનને ઓફલાઇન કે ઓનલાઇન www.licindia.inની વેબસાઇટ પરથી ખરીદી શકાય છે. પ્લાન હેઠળ minimum Annuity 12,000 પ્રતિ વર્ષ છે. લઘુત્તમ ખરીદ મૂલ્ય એન્યૂઅલ મોડ, પસંદ કરવામાં આવેલા વિકલ્પ અને પોલિસી લેનારની ઉંમર પર આધારિત રહેશે. તેમાં મહત્તમ ખરીદી મૂલ્યની કોઈ મર્યાદા નથી રાખવામાં આવી. આ યોજના 40થી 80 વર્ષની ઉંમરના લોકો માટે ઉપલબ્ધ છે.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.