LICના IPOથી મોટી સંખ્યામાં કર્મચારીઓ નોકરી ગુમાવશે?

LICનું વેલ્યુએશન ર૬૧ અબજ ડોલર પર રહેવાની શક્યતાઓ, જે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (ર૧૦ અબજ ડોલર) થી પણ ઉંચુ
(એજન્સી) નવીદિલ્હી, દેશના મૂડી બજારમાં અત્યાર સુધીની સૌથી મોટી ઓફર સાથે બજારમાં પ્રવેશનારી જાહેર ક્ષેત્રની વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશનના (એલઆઈસી) આઈપીઓ જાેબ લોસીસનું કારણ બનશે.
કંપનીના કર્મચારીઓના અગ્રણી ટ્રેડ યુનિયન્સમાંના એક જણાવ્યુ હતુ. તેણે વધુમાં ઉમેર્યુ હતુ કે આઈપીઓને કારણે કંપનીના સોશ્યલ ઈન્ફ્રાસ્ટ્રકચર સ્પેન્ડીંગ પ્લાન્સ પર પણ અસર પડશે. LICનું વેલ્યુએશન ર૬૧ અબજ ડોલર પર રહેવાની શક્યતાઓ છે. જે હાલમાં દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (ર૧૦ અબજ ડોલર) થી પણ ઉંચુ હશે.
ઓલ ઈન્ડીયા એલઆઈસી એમ્પ્લોઈઝ ફેડરેશનના જનરલ સેક્રેટરી રાજેશકુમારના (All India LIC Employees’ Federation General Secretary Rajesh Kumar) જણાવ્યા અનુસાર એલઆઈસીની સ્થાપના ગ્રામીણ અને સામાજીક અને આર્થિક રીતે પછાત લોકોને ઈન્સ્યોરન્સ પૂરો પાડવા માટે થઈ હતી. કંપની છેલ્લા છ દાયકાઓથી મૂડીની ઉંચી જરૂરીયાત ધરાવતા ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટસને અત્યાર સુધી ફંડીંગ પૂરી પાડતી આવી છે.
એકવાર બજાર પર લીસ્ટ થયા બાદ કંપનીનુ ધ્યાન પ્રોફીટને મહત્તમ બનાવવા પર જતું રહેશે. એમ તેઓ ઉમેરે છે.
એમનુ ટ્રેડ યુનિયન એલઆઈ સીના ૧.૧૪ લાખ કર્મચારીઓમાંથી ૪ હજાર કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરે છે. યુનિયને વડાપ્રધાન અને સાંસદોને લીસ્ટીંગનો વિરોધ કરવા માટે લેખિતમાં જણાવ્યુ છે.
તેમજ તે શેરના વેચાણને લઈને તેની ચિંતા અંગે જાગૃતિ માટે અભિયાન ચલાવવાનું વિચારી રહ્યુ છે. કેન્દ્ર સરકાર તેના ડીસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટને હાંસલ કરવા માટે એલઆઈસીનો વધુમાં વધુ ૧૦ ટકા હિસ્સો વેચવા માટેની તૈયારી કરી રહી છે. એલઆઈસીનો આઈપીઓ ડીસેમ્બરની આખરમાં અથવા માર્ચ ક્વાર્ટરમાં બજારમાં પ્રવેશે એવી શક્યતાઓ છે.