Western Times News

Gujarati News

LIC કર્મીઓ-એજન્ટોની હિસ્સો વેચવાની કરેલી જાહેરાત મુદ્દે હડતાળ

અમદાવાદ: કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં એલઆઇસીને પોતાનો હિસ્સો વેચવાની કરેલી જાહેરાત બાદ અમદાવાદ, ગુજરાત સહિત દેશભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ખાસ કરીને, આજથી જ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં અને દેશના અન્ય ભાગોમાં પણ એલઆઇસી કર્મચારીઓ, અધિકારીઓમાં ઉગ્ર આક્રોશની લાગણી ભભૂકી ઉઠી છે. એલઆઇસીના ભોગે સરકાર ચલાવવાની હીન માનસિકતાનો એલઆઇસી કર્મચારીઓ, એજન્ટો અને અધિકારીઓએ જારદાર વિરોધ કર્યો હતો. આજે અમદાવાદ શહેરમાં રિલીફ રોડ પર આવેલી જીવનપ્રકાશ બિલ્ડીંગ ખાતે, તો મોડાસામાં એલઆઇસી બિલ્ડીંગ સહિતના અન્ય સ્થળોએ એલઆઇસી કર્મચારીઓ-એજન્ટોના મોટાપાયે અને વ્યાપક દેખાવો અને ઉગ્ર વિરોધ પ્રદર્શન સામે આવ્યા હતા.


ઉલ્લેખનીય છે કે, આવતીકાલે એલઆઇસીના કર્મચારીઓની દેશભરમાં રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. એલઆઇસીની કર્મચારીઓ દ્વારા આગામી દિવસોમાં એલઆઇસીને બચાવવા માટે ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી. અમદાવાદ સહિત રાજયભરમાં અને દેશના અન્ય ભાગોમાં એલઆઇસી કર્મચારીઓ, એજન્ટો અને અધિકારીઓ ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને એલઆઈસીનું ખાનગીકરણ રોકવા સેવ એલઆઈસી અને પ્રોટેક્ટ એલઆઈસી અને ફાયનાન્સ મીનીસ્ટર હોશમાં આવો હોશ મૈં આકે બાત કરો, ભારત સરકાર તુમ હોંશ મેં આઓ, એલઆઇસી કો બચાઓ ના નારા લગાવી જારદાર સૂત્રોચ્ચાર કરી

વાતાવરણ ગજવી મૂકયુ હતુ. એલઆઇસીના હજારો કર્મચારીઓ-એજન્ટોએ કેન્દ્ર સરકારને સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, ભારત સરકાર તેના આર્થિક હિત માટે એલઆઇસીને દાવ પર લગાવી રહી છે, તેના કારણે એલઆઇસીના કરોડો ગ્રાહકોનો વિશ્વાસ ડગી જશે.
દેશમાં આ એક જ બિનભ્રષ્ટાચારી અને પ્રમાણિક સંસ્થા બચી છે, કેન્દ્ર સરકારે તેના હિતને નુકસાન થતું કોઇ પગલું લેવું ના જાઇએ.

ઉલ્લેખનીય છે કે, નાણા મંત્રીએ બજેટ ૨૦૨૦-૨૧ રજૂ કરતાં જણાવ્યું હતું કે, સરકાર એલઆઈસીમાં પોતાની જવાબદારી આઈપીઓ દ્વારા વેચશે. હાલ, ભારતીય જીવન વીમા નિગમમાં સરકારની હિસ્સેદારી ૧૦૦ ટકા છે. સરકારની ડિસઇન્વેસ્ટમેન્ટ નીતિ હેઠળ એલઆઈસીનું આઇપીઓ લીસ્ટીંગ કરશે. સરકારની આ જાહેરાત બાદ સમગ્ર દેશમાં એલઆઇસી કર્મચારીઓ, એજન્ટો અને અધિકારીઓમાં ઘેરા પ્રત્યાઘાત સામે આવ્યા હતા. તો, એલઆઇસીના કરોડો ગ્રાહ્‌કોમાં પણ સરકારના નિર્ણયને લઇ ભારોભાર નારાજગી સામે આવી છે.

એલઆઇસીના લાખો કર્મચારીઓ, એજન્ટો અને અધિકારીઓએ એલઆઇસીના ખાનગીકરણના કેન્દ્ર સરકારના નિર્ણયનો જારદાર વિરોધ કર્યો હતો અને આગામી દિવસોમાં આંદોલનની રણનીતિ ઘડવા તજવીજ શરૂ કરી છે. આવતીકાલે એલઆઇસીના કર્મચારીઓની દેશભરમાં રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ, ગુજરાત સહિત દેશભરની એલઆઇસી શાખાઓના કર્મચારીઓ, એજન્ટો અને અધિકારીઓ ખૂબ મોટી સંખ્યામાં જાડાઇ કેન્દ્રની નીતિનો ઉગ્ર વિરોધ નોંધાવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.