LIC IPO : ભારતનો સૌથી મોટો IPO 4 મેના રોજ ખુલશે
અમદાવાદ, ભારતના સૌથી મોટા આઈપીઓની જાહેરાત થઈ ગઈ છે. અહેવાલ અનુસાર લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(LIC)ના આઈપીઓને મંજૂરી મળી ગઈ છે.
સરકારે જીવન વીમા નિગમના શેર વેચીને રૂ. 21,000 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી છે. રિપોર્ટ અનુસાર સરકારે ઓફર ફોર સેલ થકી રૂ. 21,000 કરોડ એકત્ર કરવા માટે 4થી મેના રોજ IPO બજારમાં ખુલ્લો મુકશે.
અહેવાલ અનુસાર LICનો IPO 4થી મેના રોજ ખુલશે અને 9મી મે,2022ના રોજ બંધ થશે. 2જી મેના રોજ ભરણું એન્કર ઈન્વેસ્ટરો માટે ખુલશે.