પત્નિને ઝેરનું ઈન્જેક્શન આપી હત્યા કરનાર પતિને આજીવન કેદની સજા
આણંદના સામરખામાં ઝેરી ઈન્જેકશન આપ્યા બાદ ગળે ટૂંપો આપી દીધો હતો
આણંદ, આણંદ નજીકના સામરખા ગામે મિલ્લતનગરમાં રહેતા એક ઈસમે પાંચ વર્ષ અગાઉ તેની બીજી પÂત્નનું મકાન પચાવી પાડવા તેને ઝેરી ઈન્જેકશન આપ્યા બાદ કેબલ વાયરથી ગળે ફાંસો આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ કેસ આણંદની ડીસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી જતાં આરોપીને કસૂરવાર ઠેરવીને તેને આજીવન કેદ અને રૂપિયા પ હજારના દંડની સજા ફટકારી છે.
આણંદના સામરખા ગામના મિલ્લતનગર દરગાહ પાસે રહેતા ગફુરભાઈ દાઉદભાઈ વહોરાના શરીફાબેન નામની મહિલા સાથે બીજા લગ્ન કર્યા હતા. શરીફાબેનને પ્રથમ પતિથી ત્રણ સંતાનો પણ હતા. ગફુર શરીફાબેનના સંતાનોને તેમના ઘરે પણ આવવા દેતો નહોતો. શરીફાબેન પાસે આણંદમાં તેના પ્રથમ પતિની માલિકીનું મકાન હતું જે તેમના નામે હતું જેની જાણ ગફુરને હતી જેને પગલે અવારનવાર તે મકાન તેના નામે કરી દેવા માટે તેણીને ધાકધમકી આપતો હતો.
મકાન પચાવી પાડવા ૯મી નવેમ્બર, ર૦૧૯ના રોજ બજારમાંથી ઝેરી ઈન્જેકશન લાવી પત્ની સાથે ઝપાઝપી કરી ઝેરી ઈન્જેકશન લગાવી દીધું હતું. શરીફાબેન બેભાન થતા કેબલના વાયરથી તેણીનું ગળુ દબાવી દેતા મોત નીપજાવ્યું હતું. બાદમાં પત્નીનું મોત થયાનું જાહેર કરી મૌલવીને બોલાવી તેમની દફનવિધિ પણ તરત જ પતાવી દેવા ઉતાવળ કરવા માંડી હતી.
પડોશમાં રહેતા લોકોને શંકા જતા પુત્રીને ફોન કરીને જાણ કરી દેતાં તે આવી પહોંચી હતી. સમગ્ર હકીકત અંગે પોલીસને શંકાથી વાકેફ કર્યા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધી એફએસએલ અને પોસ્ટમોર્ટમ કરાવી તપાસ કરી હતી. વિશેરામાં તેને ઝેર આપ્યું હોવાનું અને કેબલ વાયરથી ગળું દબાવી મોત નીપજાવ્યાનું ખલ્યું હતું.
કેસ આણંદની જિલ્લા કોર્ટમાં ચાલવા પર આવતા ચોથા એડિશનલ સેસન્સ જજ એસ.કે. વ્યાસની કોર્ટમાં સરકારી વકીલ વૈશાખીબેન મહીડાએ પ૩ દસ્તાવેજી પુરાવા અને ર૮ સાક્ષીઓને તપાસ્યા હતા. જે કોર્ટે ગ્રાહ્ય રાખીને આરોપી ગફુર વહોરાને હત્યાના કેસમાં કસુરવાર ઠેવી તેને આજીવન કેદની સજા અને પાંચ હજારનો દંડ ફટકારતો ચુકાદો જાહેર કર્યો હતો. કોર્ટની નોંધ પ્રમાણે આરોપી ગફુર વ્હોરા ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. આ ઘટના બની તે પહેલા પણ પ્રથમ પત્નીનું પણ શંકાસ્પદ મોત થયું હતું.