બાળકની પાણીમાં ફેંકી હત્યા કરનાર માતાનેે આજીવન કેદની સજા
નડીયાદ, કપડવંજ સેશન્સ અદાલતેેે કઠલાલના લાડવેલમાં એક માસના બાળકની હત્યા કરી નાંખનાર કઠોર હૃદયી માતાનેે આજીવન કેદની સજા ફટકારી હતી. જન્મેલુ બાળક પોતાના પતિથી નહી પરંતુ અન્ય પુરૂષ સાથે આડાસંબંધથી જન્મેલ હોઈ, તેનું પાપ ઉઘાડુ પડી જશે એ બીકે પોતાના એક માસના બાળકને પાણીમાં ફેકીં દીધુ હતુ.
લાડવેલ ગામે નજીક નર્મદા કેલના પાસે કપડવંજ રોડ ગરનાળા સામે જૂના ગરનાળા નીચે પાણીમાંથી જૂન ર૦૧૯માં એક બાળકની ફુગાઈ ગયેલી લાશ મળી આવી હતી. દરમ્યાન કઠલાલ તાલુકાના ફાગવેલ તાબાના નવા મુવાડાના આશાબેન રાઠોડ જ બાળકની માતા હતી
અને બાળક તેના પતિ થકી નહીં પણ પરપુરૂષ સાથેના આડાસંબંધને કારણે જન્મેલ હોઈ હત્યા કરી હોવાનું ખુલતા પોલીસેેે તેની અટક કરી હતી. આ કેસ કપડવંજ સેશન્સ કોર્ટના જજ વી.પી.અગ્રવાલની કોર્ટમાં ચાલી જતાં અદાલતે આરોપી આશાબેન રાઠોડને આજીવન કેદની સજા, રૂા.પાંચ હજારનો દંડ, અને દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજા, ઈપીકો કલમ ર૦૧ મુજબ પાંચ વર્ષની સજા, એક હજારનો દંડ,દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજા ફટકારતો ચુકાદો આપ્યો હતો.
આરોપી મુદતે ગેરહાજર રહેતી હોય આખરે કોર્ટે ચુકાદો સંભળાવી દીધો હતો. બાળકની હતયા પત્નીએ જ કરી હતી અને બાળકનેો પિતા પોતે ન હોય ડીએનએની પતિએ માંગ કરતાં મામલો ઉઘાડો પડ્યો હતો.