લાઈટ બિલ ભરવાના નામે ઠગાઈ કરતી ગેંગનો આરોપી સુરતનો
લાઈટ બિલ ભરવાના બહાને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી છેતરપિંડી કરતી ગેંગ ઝબ્બે -જીગ્નેશને દર મહિને ૪૫ હજાર પગાર આપી સાવન આ કામ કરાવતો હતો
(એજન્સી)અમદાવાદ, લાઈટ બિલ ભરવાના બહાને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી છેતરપિંડી કરતી ગેંગના એક આરોપીની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. ઝડપાયેલ આરોપી છેતરપિંડીની રકમથી સોનુ ખરીદવા ગયો જેના આધારે પોલીસે તેની ધરપકડ કરવામાં આવી છે. જાેકે ઝડપાયેલ આરોપી માત્ર અમુક રૂપિયાની લાલચે જ ગેરકાયદેસરના ધંધામાં જાેડાયેલો પણ મુખ્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે.
પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીનુ નામ જિગ્નેશ નાવડીયા છે. જે સુરતનો રહેવાસી છે પરંતુ ઓનલાઈન છેતરપિંડી કરતી ગેંગનો એક ચહેરો પણ છે. કેમ કે સાયબર ક્રાઈમ કરનાર આરોપી તો પોલીસ સામે નથી આવતા પરંતુ ઝડપાયેલ આરોપી છેતરપિંડીની રકમથી સોનુ કે દાગીના ખરીદતો હતો. એટલે કે છેતરપિંડીની રકમ બજારમાં વાપરવા માટે ઝડપાયેલ આરોપી જિગ્નેશ ફરતો હતો. જેની સાયબર ક્રાઈમે સુરતથી ધરપકડ કરી છે.
ઉલ્લેખનીય છે કે સાયબર ક્રાઈમને એક ફરિયાદ મળી હતી કે, ૧૦ રૂપિયાનું લાઈટ બિલ બાકી હોવાની વાત કરી ફોન પર જ કનેક્શન કપાઈ જવાની ધમકી આપતો. આ ડરથી ફરિયાદી એ એપ્લિકેશન ડાઉનલોડ કરી ૬ લાખની છેતરપિંડી થઈ ગઈ.
બીજી તરફ પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી કરતા ગુનાનો મુખ્ય આરોપી સાવન ગઢીયા રૂપિયાના આધારે સોનુ કે દાગીના ખરીદી કરાવતો. પણ હાલમાં પકડાયેલ આરોપીની પુછપરછ કરતા સામે આવ્યુ કે, સાવન જિગ્નેશને દર મહિને ૪૫ હજાર પગાર આપી આ કામ કરાવતો હતો.
સાયબર ક્રાઈમે આરોપી જિગ્નેશની ધરપકડ કરી તપાસ હાથ ધરી ત્યારે સામે આવ્યુ કે આરોપી છેલ્લા ૬ મહિનાથી આ કામ કરતો હતો અને ન માત્ર અમદાવાદના ગુના પરંતુ અન્ય ગુનાની રકમ પણ તેણે આવી રીતે વાપરી છે.જેથી આરોપી ક્યાં ક્યાં રૂપિયા રોકાણ કરતો હતો અને કોની મદદથી તે અંગે તપાસ હાથ ધરી છે. સાથે જ સાવનની ધરપકડ માટે અન્ય જિલ્લાની પોલીસની પણ મદદ લેવામાં આવી રહી છે.