આગામી પાંચ દિવસમાં સમગ્ર ગુજરાતમાં હળવાથી મઘ્યમ વરસાદ ૫ડવાની સંભાવના
આગામી તા. ૩૦ જૂન થી ૦૨ જુલાઈ દરમિયાન નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની સંભાવનાઃ ભારતીય હવામાન વિભાગ
Probability of heavy rains during 30th June to 2nd July Indian Meteorological Department
આગામી પાંચ દિવસમાં સમગ્ર ગુજરાતમાં હળવાથી મઘ્યમ વરસાદ ૫ડવાની સંભાવના
Light to moderate rains are expected across Gujarat in the next five days
ગાંધીનગર ખાતે રાહત કમિશનર અને સચિવશ્રીના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની સમીક્ષા બેઠક યોજાઈ
ગાંધીનગર ખાતે આજે રાહત કમિશ્નરશ્રીના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ હતી, જેમાં IMDના અધિકારી શ્રી એમ. મોહન્તીએ જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસમાં સમગ્ર ગુજરાતમાં હળવાથી મઘ્યમ વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે તેમજ તા. ૩૦ જૂન થી ૦૨ જુલાઈ દરમિયાન નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે.
કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે તા. ૨૭/૦૬/૨૦૨૨ સુધીમાં અંદાજિત ૧૯,૬૮,૭૨૨ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે તથા ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન ૨૫,૦૨,૨૮૮ હેક્ટર વાવેતર થયેલ હતું. સિંચાઇ વિભાગના જણાવ્યા અનુસાર સરદાર સરોવર જળાશયમાં ૧,૪૮,૩૫૮ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશકિતના ૪૪.૪૧% છે. રાજ્યનાં ૨૦૬ જળાશયોમાં ૧,૮૫,૭૧૯ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશકિતના ૩૩.૨૭% છે.
હાલમાં રાજ્યમાં કોઈ જળાશય એલર્ટ કે હાઇ એલર્ટ પર નથી. ચર્ચા દરમિયાન રાહત કમિશનરશ્રીએ NDRF અને SDRFની ટીમોને ડીપ્લોયમેન્ટ કરવા માટે રાજ્યમાં આગામી વરસાદની આગાહીને ધ્યાને લઈ ગીર સોમનાથ જિલ્લામાં એક NDRFની ટીમ સ્ટેન્ડબાય ડીપ્લોય કરવા સૂચના આપી હતી.
રાહત કમિશનરશ્રીએ બેઠક દરમિયાન આગામી સપ્તાહમાં થનાર વરસાદની આગાહીને ધ્યાને લઈ હાજર રહેલ તમામ વિભાગના અધિકારીશ્રીઓને તથા સમગ્ર તંત્રને એલર્ટ રહેવા સૂચન કર્યું હતું. રાહત કમિશનરશ્રી દ્વારા GSDMAને વીજળી પડવાથી થતા સંભવિત નુકશાન અંગે સાવચેતીનાં પગલાં ભરવા અંગે વિવિધ મીડિયા મારફતે લોકજાગૃતિ કેળવવા સૂચન કર્યું હતું. આ બેઠકમાં ઉર્જા, માર્ગ અને મકાન, GSRTC, સી.ડબલ્યુ.સી, ઇસરો, કોસ્ટ ગાર્ડ, પંચાયત વિભાગ, ફિશરીઝ, પશુપાલન, ફોરેસ્ટ, GMB, GSDMA અને માહિતી વિભાગ સહિતના અઘિકારીઓ હાજર રહ્યાં હતાં.