Western Times News

Gujarati News

અમદાવાદના ત્રણ બ્રીજો પર ડેકોરેટીંગ લાઈટીંગ કરવા AMC 65 કરોડનો ખર્ચો કરશે

અમદાવાદના ત્રણ રિવર બ્રીજ પર ડેકોરેટીવ લાઈટીંગ કરવામાં આવશે-શહેરની શોભામાં અભિવૃધ્ધિ થશેઃ દેવાંગ દાણી

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદી પર આવેલ સરદાર, ગાંધી, દધિચી બ્રીજ પર બ્યુટીફિકેશનમાં વધારો થાય તે માટે પ્રાયોગિક ધોરણે સ્ટીલ સ્ટ્રકચરમાં થીમ બેઝ રેલીંગ, અન્ય લાઈટવેટ સ્ટ્રકચર તથા ડેકોરેટીંગ લાઈટીંગ કરવામાં આવશે તેના માટે અંદાજે રૂ.૬પ કરોડનો ખર્ચ થશે. આ કામ દોઢ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે

શહેરના ત્રણ રિવરબ્રિજ પર પ્રાયોગીક ધોરણે ડેકોરેટીવ લાઇટિંગ કરવામાં આવશે. આ કામગીરી સરદારબીજમાં કુલ લંબાઇ ૩૫૨.૦૦ રનીંગ મીટર અને કુલ પહોળાઈ-૨૬.૦ ૨નીંગ મીટર, ગાંધી બીજમાં કુલ લંબાઈ ૨૮૬.૦૦ રનીંગ મીટર અને કુલ પહોળાઇ-૨૬.૦ રનીંગ મીટર તેમજ દધિચી બ્રીજ કુલ લંબાઈ – ૩૩૪,૦૦ રનીગ મીટર અને કુલ પહોળાઈ-૨૬.૦ ૨નીંગ મીટર ડ્રોઇંગ મુજબ થશે.

આ સ્પેશીયલ પ્રકારની કામગીરી હોવાથી પ્રાયોગીક ધોરણે સરદારબ્રીજ, ગાંધી બ્રીજ તેમજ દધિચી બ્રીજ એમ મળીને કુલ ત્રણ બ્રીજ ઉપર પરમેન્ટ (કાયમી ધોરણે) સ્ટીલ સ્ટ્રકચરમાં થીમ બેઝ રેલીંગ, અન્ય લાઇટ વેઇટ સ્ટ્રકચર તથા ડેકોરેટીવ લાઇટીંગ થીમ કરવાની કામગીરી કરવા માટે અ.મ્યુ.કોર્પો.ના બ્રીજ ડિઝાઇન કન્સલ્ટન્ટની એમ-પેનલમેન્ટ પૈકી નિયુક્ત કરવામાં આવેલ પ્રફ ચેકીંગ કન્સલ્ટન્ટ ની નિમણુક કરવામાં આવી છે.

જરૂરીયાત જણાશેકામના પ્રુફ ચેકીંગ કન્સલ્ટન્ટ પાસે ચેક કરાવી તેઓ દ્વારા આપવામાં આવેલ મેથડોલોજી મુજબ કામગીરી કરાવવામાં આવશે. જુદા જુદા બ્રીજ ઉપર કરવાના થતા તમામ સ્ટ્રકચરલ કોમ્પોનેન્ટની તેમજ લાઇટીંગ માટે ૦૫(પાંચ) વર્ષનો ડીફેકટ લાયાબીલીટી પીરીયડ ટેન્ડરમાં રાખવામાં આવી છે. આ કામ ૧૮(અઠાર) માસ માં પૂર્ણ કરવામાં આવશે.

મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી ના જણાવ્યા મુજબ આ કામગીરી કરવાથી શહેરમાં અવારનવાર વિવિધ વી.આઈ.પી કાર્યક્રમો દમ્યાન તેમજ તહેવારો તથા ઉત્સવો દરમ્યાન રીવર બ્રીજ ઉપર ડેકોરેટીવ લાઇટીંગ કરવાની જરૂરીયાત પુર્ણ થશે. તેમજ અમદાવાદ શહેરની શોભામાં અભિવૃષિમાં સુદરતામાં વધારો થશે.સદર કામગીરીની અંદાજીત રકમ રૂ.૬૫.૨૨ કરોડ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.