બિહારમાં કમોસમી વરસાદની સાથે વીજળી ત્રાટકી, ૧૫નાં મોત

પટના, બિહારના ત્રણ જિલ્લામાં મોસમી વરસાદની સાથે વીજળીની પડવાની જુદી-જુદી ઘટનાઓમાં ઓછામાં ઓછામાં ૧૫ લોકોના મોત થયા છે.
પોલીસના કહેવા મુજબ સૌથી વધુ પાંચ લોકોના મોત બેસૂગરાય જિલ્લામાં થયા છે. જ્યારે મધુબની જિલ્લામાં પિતા અને પુત્રી સહિત ત્રણ લોકોના મોત થયા છે. દરભંગા જિલ્લામાં એક વૃદ્ધ વ્યક્તિનું મોત થયું છે.
આ ઉપરાંત આ ત્રણેય જિલ્લામાં જુદી-જુદી જગ્યાએ આઠ લોકોના મોત થયાના અહેવાલ સાંપડી રહ્યા છે. બુધવારે સવારે ભારે પવન, વરસાદ અને કરા પડવાને લીધે ઉત્તર બિહારના મધુબની, બેસૂસરાય અને દરભંગા જિલ્લાના વિવિધ ભાગોમાં તબાહી મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ મધુબની જિલ્લાના ઝંઝારપુર ક્ષેત્રમાં જુદી-જુદી જગ્યાએ વીજળી ત્રાટકવાને લીધે ત્રણ લોકાના મોત થયા છે.
મૃતકોમાં એક જ પરિવારના પિતા-પુત્રી અને અન્ય પરિવારની એક મહિલા સામેલ છે. બંને ઘટનાથી ઝંઝારપુર વિસ્તારમાં શોકનો માહોલ પ્રસરી ગયો છે.બેગૂસરાય જિલ્લામાં બુધવારે વીજળી પડવાની ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે. જેમાં મનોપુર ગામમાં એક ૧૩ વર્ષીય કિશોરીનું મોત થયું છે. જ્યારે આ જ ઘટનામાં મૃત કિશોરીની બહેન ગંભીર રીતે ઘાયલ થઈ છે, જેની સારવાર હોસ્પિટલમાં ચાલું છે.
આ ઉપરાંત, ભગતપુરમાં એક યુવકનું મોત થયું છે અને તેની પત્ની ગંભીરપણે દાઝી ગઈ છે. જ્યારે દરભંગા જિલ્લામાં ૬૮ વર્ષીય જવાહર ચૌપાલનું ખેતરમાં કામ કરતી વખતે વીજળી પડવાને લીધે મોત થયું છે.SS1MS