વીજળી પડતા એક સાથે ૩૫૦ ઘેટા-બકરાના મોત થયા
(એજન્સી)દહેરાદુન, ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં શનિવારે મોડી રાત્રે વિજળી પડવાને કારણે ૩૫૦થી વધારે ઘેટા-બકરાંના મોતથયા છે. મીડિયા રિપોટર્સ મુજબ, ભટવાડી બ્લોકના બારસૂ ગામના ૩ લોકો તેમના હજારથી વધારે ઘેટાં-બકરાંને લઇને રૂષિકેશથી ઉત્તરકાશી લઇ જઇ રહ્યા હતા ત્યારે આ ઘટના બની છે. Lightning strikes killed more than 350 goats and sheep in the Khattu Khal forests of Uttarkashi.
એવું કહેવામાં આવી રહ્યું છે કે રાત્રે આ ૩ લોકો તેમના ઘેટાં-બકરાનેં લઇ જઇ રહ્યા ત્યારે ડુંડા તહસીલના ખટ્ટુખાલ પાસે પહોંચ્યા ત્યારે વરસાદ પડી રહ્યો હતો અને જાેરદાર પવન ફુંકાતો હતો. એ સમયે રાત્રે ૯ વાગ્યે કડાકા ભડાકા સાથે વિજળી પડી અને આ નિદોર્ષ પ્રાણીઓનો ભોગ લેવાઇ ગયો.
એક સાથે આટલી મોટી સંખ્યામા પશુઓના મોતને પગલે ગામના લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો છે. લોકોએ ભટવાડી બ્લોકના પ્રમુખ વિનિતા રાવતને ઘટનાની જાણકારી આપી હતી અને વિનિતાએ ડ્ઢસ્ અને ડિઝાઝસ્ટર મેનેજમેન્ટને જાણકારી આપી હતી. ગામના રહેવાસી જગમોહન રાવતે કહ્યું કે આ પહેલાં ક્યારેય પણ વિજળી પડવાને કારણે આટલી મોટી સંખ્યામાં પશુઓના મોત થયા નથી.
આ વિસ્તારના તહસલીદાર ડુંડા પ્રતાપ સિંહ ચૌહાણ કહ્યું કે આસમાની આફતને કારણે ઘેટાં-બકરાના મોત થયા હોવાની માહિતી મળી છે, જિલ્લા તંત્ર અને પશુ ચિકિત્સા વિભાગને પણ જાણકારી આપવામાં આવી છે. SDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ છે.
ડુંડાના તહસીલદાર પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું કે આજે વહીવટી તંત્ર અને પશુ ચિકિત્સા વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચશે. આ પછી જ કુલ નુકસાન અને મૃત્યુનું કારણ જાણી શકાશે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે જશે અને તેનો રિપોર્ટ જિલ્લા વહીવટીતંત્રને આપશે.
વિજળી પડવાના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૨૧-૨૨માં વિજળી પડવાની સૌથી વધારે ઘટના મધ્ય પ્રદેશમાં બની હતી. એપ્રિલ ૨૦૨૧થી માર્ચ ૨૦૨૨ સુધીમાં મધ્ય પ્રદેશમાં ૬ લાખ ૫૫ બજાર ૭૮૮ વખત વિજળી પડવાની ઘટના બની હતી.
વિજળી પડે ત્યારે એક વખતમાં તેમાં ૧૦ કરોડથી ૧૦૦ કરોડ વોલ્ટની ઉર્જા મોજુદ હોય છે. જ્યારે વિજળી પડે છે ત્યારે આસપાસની હવાનું તાપમાન ૧૦૦૦૦ ડિગ્રી સેલ્સિયસથી ૩૦,૦૦૦ સેલ્સિયસ સુધી ગરમ થઇ જાય છે.