Western Times News

Gujarati News

લાઈટ્સ, કેમેરા, પ્રેન્ક્સ ! કલાકારો સેટ પરની મજાકમસ્તીના મજેદાર કિસ્સા !

આંતરરાષ્ટ્રીય જોક્સ દિવસ પર આપણે આપણા જીવનમાં ખુશી અને હાસ્ય લાવનારનું સન્માન કરીએ છીએ. આ સમય આપણને હસાવનારા લોકોની ઉજવણી કરવાનો છે. તેને વિશેષ દિવસ બનાવવા માટે એન્ડટીવીના કલાકારો રમૂજનું અતુલનીય ભાન ધરાવતા તેમના સહ- કલાકારોની હાસ્યસભર બાજુ ઉજાગર કરે છે. Lights, Camera, Pranks! Actors reveal on set pranksters! – International Jokes Day 2023

આમાં નેહા જોશી (યશોદા, દૂસરી મા), યોગેશ ત્રિપાઠી (દરોગા હપ્પુ સિંહ, હપ્પુ કી ઉલટન પલટન) અને શુભાંગી અત્રે (અંગૂરી ભાભી, ભાભીજી ઘર પર હૈ)નો સમાવેશ થાય છે.

દૂસરી માની નેહા જોશી ઉર્ફે યશોદા કહે છે, “કૃષ્ણા (આયુધ ભાનુશાલી) સેટ પર સૌથી વધુ મજાકિયો છે. તે હાસ્યસભર પ્રેન્ક્સ અને બુદ્ધિશાળી જોક્સ સાથે મને મોહિત કરવાની કોઈ તક છોડતો નથી. હું સીન્સ દરમિયાન શાંત રહેવા પ્રયાસ કરું છું ત્યારે તે હંમેશાં હાઈ ગિયરમાં હોય છે. તે બ્રેક્સ વચ્ચે સતત વાતો કરતો રહે છે.

તેની સ્પોટ-ઓન રમૂજ અને અદભુત વોઈસઓવર્સ મને મોહિત કરવામાં કોઈ કસર છોડતી નથી અને મને તુરંત પેટ પકડાવીને હસાવે છે. ભાવનાત્મક સીન્સ દરમિયાન પણ તે જોક્સ સાથે મૂળ હળવો કરીને મને સ્મિત કરાવે છે. કોઈ પણ સ્થિતિમાં તમને હસાવનારા લોકો આસપાસ હોય તો તે બહુ અમૂલ્ય છે અને આયુધ મારે માટે તેવી જ વ્યક્તિ છે. તેના જોક્સ અને પ્રેન્ક્સ મૂડ સુધારે છે અને તેની હાજરી મને ખુશી અને જીવંતપણું આપે છે. આ આંતરરાષ્ટ્રીય જોક્સ દિવસ પર હું આપણા જીવનમાં અત્યંત જરૂરી હાસ્ય લાવનારા અને આપણો જોશ બુલંદ રાખનારાનો આભાર માનું છું.”

હપ્પુ કી ઉલટન પલટનનો યોગેશ ત્રિપાઠી ઉર્ફે દરોગા હપ્પુ સિંહ કહે છે, “આંતરરાષ્ટ્રીય જોક્સ દિવસ પર ચાલો, ઉત્તમ કોમિક ટાઈમિંગ સાથે આપણા જીવનમાં ખુશી અને આનંદ લાવનાર લોકોની સરાહના કરીએ. અને આ સન્માન અમારા શોમાં અતુલનીય કટોરી અમ્મા હિમાનીજીને જાય છે.

તેઓ બેજોડ કોમિક ટાઈમિંગ અને રમૂજ થકી હકારાત્મકતા લાવનારાં ખરા અર્થમાં દિગ્ગજ છે. તેમના જોક્સ અચૂક હોય છે, જે બધાને હસાવે છે. સેટ પર જોક્સ, પ્રેન્ક્સ હોય કે કોમિક એન્ટિક્સ, તેઓ તેમાં નિપુણ છે. તેઓ કોમેડી અવકાશમાં નિર્વિવાદ ચેમ્પ છે, જેઓ પડદા પર અને પડદાની પાછળ પણ અમને હસાવે છે. આપણને હસાવતા રહેલા મોજીલા લોકોનો આભાર!”

ભાભીજી ઘર પર હૈની શુભાંગી અત્રે ઉર્ફે અંગૂરી ભાભી કહે છે, “મજાકિયાઓ અને રમૂજની વાત આવે ત્યારે અમારી પાસે તમારા હિતેચ્છુ સહિત જીવંત ટોળકી છે (હસે છે). જોકે હાસ્યને મોરચે આસીફજી (ઉર્ફે વિભૂતિ નારાયણ મિશ્રા)ને પાછળ મૂકી દેવા તે તમારા ખુલ્લા હાથે લપસણી માછલી પકડવા જેવું છે, જે અશક્ય છે.

તેઓ ભારતીય ટેલિવિઝન પર કોમેડીના રાજો છે. દરેક સપ્તાહ તેઓ આ મોજીલાં, હાસ્યસભર પાત્રોમાં જોવા મળે છે, જે બહુ જ મુશ્કેલ હોય છે અને અસાધારણ મોજીલા હોય છે. તેઓ હાસ્ય પ્રેરિત મહાશક્તિ સાથે જન્મ્યા હોય તેમ લાગે છે. તેઓ આ હાસ્યસભર વોઈસઓવર્સ, બેજોડ ગેટ-અપ્સ,

ચતુર ડાયલોગ અને અમૂલ્ય હાવભાવ સાથેના અસલ કલાકાર અને અસાધારણ કોમેડિયન છે. અને અંગત રીતે આસીફજી જોક કરવામાં માહેર છે. તેઓ સેટ પર હાસ્ય, હાસ્યના પરપોટા અને હકારાત્મક લહેર થકી અમને હંમેશાં હસાવતા રહે છે. તો આ આંતરરાષ્ટ્રીય જોક્સ દિવસ પર ચાલો, આપણે એક બાબત યાદ કરીએઃ હંમેશ હસ્તે રહિયે, ઔર હસાતે રહિયે. આખરે હાસ્ય સૌથી સારી દવા છે!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.