Western Times News

Gujarati News

રણબીર અનુષ્કાની જેમ બાળકને મીડિયાથી છુપાવીને રાખશે

મુંબઈ, પાવરફુલ કપલ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની દીકરી વામિકા દોઢ વર્ષની થઈ ગઈ હોવા છતાં તેનો ચહેરો ફેન્સને દેખાડ્યો નથી. વામિકા સોશિયલ મીડિયા શું છે તે સમજે નહીં ત્યાં સુધી તેને તેનાથી દૂર રાખવાનો કપલે ર્નિણય લીધો છે. આટલું જ નહીં જ્યારે પણ અનુષ્કા અને વિરાટ કોઈ ટુર પર જાય ત્યારે પણ ફોટોગ્રાફર્સને તેમની દીકરીની તસવીર ક્લિક ન કરવાની વિનંતી પહેલાથી જ કરી દે છે.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ ખૂબ જલ્દી મમ્મી-પપ્પા બનવાના છે. પાંચ વર્ષના રિલેશનશિપ બાદ એપ્રિલ, ૨૦૨૨માં લગ્ન કરનારા લવબર્ડ્‌સે ગત મહિને સોશિયલ મીડિયા પર અલ્ટ્રાસાઉન્ડની તસવીર શેર કરીને ગુડન્યૂઝ આપ્યા હતા. રણબીર અને આલિયા હાલ સાતમા આસમાને છે અને પહેલા સંતાનને હાથમાં લેવાની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે.

હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં એક્ટરને શું તેઓ પણ બાળકને મીડિયાની ઝાકમઝોળથી દૂર રાખવા માટે અનુષ્કા અને વિરાટના પગલે-પગલે ચાલશે તેવો સવાલ કરવામાં આવ્યો હતો.

હાલમાં જ એક પ્રેસ કોન્ફરન્સમાં રણબીરને સવાલ કરાયો હતો કે, શું તે ફોટોગ્રાફર્સને તેના બાળકની તસવીર ક્લિક કરવાની મંજૂરી આપશે? તેના પર એક્ટરે જવાબ આપ્યો હતો કે, આ અંગે હજી સુધી કંઈ વિચાર્યું નથી. તે હજી સુધી તે પોઈન્ટ પર પહોંચ્યો નથી.

આલિયા અને તે પ્રેગ્નેન્સીના તબક્કાને એન્જાેય કરી રહ્યા છે. જ્યારે સમય આવશે ત્યારે બંને આ વિશે ર્નિણય લેશે. મીડિયા પર સેલિબ્રિટીની પર્સનલ લાઈફ વિશે ચોક્કસ માગ રહે છે.

રણબીર કપૂરે તેમના બાળક માટે નર્સરી બનાવવાનું શરૂ કરી દીધું હોવાનું જણાવ્યું હતું. તેણે કહ્યું હતું ‘હાલ, હું મારી પત્ની સાથે સપના જાેઈ રહ્યો છું. અમે નર્સરી બનાવવાનું શરૂ કરી દીધું છે, જેથી ફન કરી શકાય. પરંતુ આવી બાબતો માટેની અપેક્ષા, ઉત્સાહ, ગભરાટ અને અસ્વસ્થતાને કોઈપણ બાબત સાથે સરખાવી શકાય નહીં’.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.