Western Times News

Gujarati News

‘વોર ૨’માં રિતિકની જેમ કિયારા પણ એક્શનથી શરૂઆત કરશે

મુંબઈ, બોલિવૂડના યંગ એજ સ્ટાર્સમાં કિયારા અડવાણી મોખરે છે. સામાન્ય રીતે ગ્લેમરસ રોલમાં જોવા મળતી કિયારાએ પણ હવે એક્શન ક્વીન બનવા કમર કસી છે. ‘વોર ૨’માં રિતિક રોશન સાથે કિયારા લીડ રોલમાં છે.

આ ફિલ્મના ટાઈટલને અનુરૂપ રિતિક અને કિયારાની એન્ટ્રી રાખવામાં આવી છે. બંને લીડ સ્ટાર્સ એક્શન સીક્વન્સ સાથે પહેલી ઝલક આપવાના છે. અયાન મુખરજીના ડાયરેક્શનમાં બની રહેલી ‘વોર ૨’માં જુનિયર એનટીઆર વિલન તરીકે જોવા મળશે.

૨૦૧૯માં આવેલી રિતિક-ટાઈગરની ફિલ્મની આ સીક્વલને યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સની છઠ્ઠી ફિલ્મ તરીકે ઓળખવામાં આવે છે. ફિલ્મનું શૂટિંગ આગળ વધી રહ્યું છે ત્યારે કિયારાના નવા અવતારની માહિતી પણ બહાર આવી છે. રિપોટ્‌ર્સ મુજબ, લીડ સ્ટાર્સના ઈન્ટ્રોડક્શન સીન્સ શૂટ થઈ ગયાં છે. જાપાનીઝ ગુંડાઓ સાથે શાઓલિન ટેમ્પલના બેકગ્રાઉન્ડમાં લડાઈ સાથે રિતિકની એન્ટ્રી થાય છે.

જ્યારે એક મોલમાં કમાન્ડો ફાઈટ સાથે કિયારાનું કેરેક્ટર રજૂ કરવામાં આવશે. આ ફાઈટ સીન માટે મલાડ ખાતે એક મોલમાં ચાર દિવસ શૂટિંગ ચાલ્યુ હતું. ફિલ્મમાં રિતિક અને કિયારા જેટલું જ મહત્ત્વ જુનિયર એનટીઆરનું છે. જુનિયર એનટીઆરની એન્ટ્રી માટે મોટું જહાજ બનાવવામાં આવ્યું હતું.

આ જહાજને યશરાજ સ્ટુડિયોઝમાં મૂકાયું હતું. જો કે જુનિયર એનટીઆરને શૂટિંગ દરમિયાન ઈન્જરી થઈ છે અને હવે તે ઓક્ટોબર મહિનાથી શૂટિંગમાં પરત ફરશે. જુનિયર એનટીઆર શૂટિંગ શરૂ કરે ત્યાં સુધી રાહ જોવાના બદલે જહાજના સેટને તોડી નાખવામાં આવ્યો છે. આ ફિલ્મને ૨૦૨૫માં સ્વતંત્રા દિવસે રિલીઝ કરવાનો પ્લાન છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.