લીંબાસીના ઓમચંન્દ્ર વિલા ગોડાઉનમાંથી દારૂ સાથે બે ઇસમને ઝડપી પાડતી LCBખેડા
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) પોલીસ અધિક્ષક ખેડા – નડીયાદ નાઓએ ખેડા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારૂ અસરકારક પેટ્રોલીંગ કરી જીલ્લામાં દેશી / વિદેશી દારૂની અસામાજીક પ્રવૃત્તિને નેસ્તનાબુદ કરવા કરેલ સુચનાની અમલવારીના ભાગરૂપે
આજરોજ એ.વી.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નાઓએ એલ.સી.બી. સ્ટાફને દારૂની પ્રવૃતી સાથે સંકળાયેલ ઇસમો ઉપર વૉચ તપાસ રાખી દેશી / વિદેશી દારૂના કેસો શોધી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ જે સુચનાની અમલવારીના ભાગરૂપે શ્રી એ.વી.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. ખેડા – નડીયાદ નાઓ
સાથે એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ ડી.બી.કુમાવત , તથા એ.એસ.આઇ ભગવાન , વિનોદકુમાર, મહેશભાઇ, રઘુવીરસિંહ, અમરાભાઇ , રાજુભાઇ, મહાવીરસિંહ. શીવભદ્રસિંહ, કેતનકુમાર તથા પો.કો.રણજીતસિંહ વિગેરે પોલીસ માણસો સાથે નડીયાદ ડીવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન પો.ઇન્સ એ.વી.પરમાર નાઓની બાતમી હકીકત આધારે લીંબાસી ગામ , જાેગણી માતાના મંદિર પાસે આવેલ ઓમર્ચન્દ્ર વિલા ગોડાઉનમાંથી વગર પાસ પરમીટનો ભારતીય બનાવટની પરપ્રાંતની વિદેશી દારૂની બોટલ નંગ -૧૨૩૨ કીંમત રૂ .૫,૯૨,૧૦૦ / – તથા બીયર ટીન નંગ -૭૨૦ કિ.રૂ .૭૨૦૦૦ / – મળી કુલ્લે રૂ . ૬,૬૪,૧૦૦ / – નો પ્રોહી મુદ્દામાલ તથા
અંગઝડતીના રોકડા રૂ . ૧૦૦૦ / -તથા મો.ફોન નંગ -૨ કિ.રૂ .૧૦,૦૦૦ / – મળી કુલ્લે ૬,૭૫,૧૦૦ / -ના મુદ્દામાલ સાથે આરોપી ( ૧ ) જયકુમાર ભુપેન્દ્રભાઇ પટેલ રહે.લીંબસી ગામ , તુલસી સોસાયટી જી.ઇ.બી સામે તા.માતર ( ૨ ) નીતીનકુમાર ઉર્ફે સવો નરસિંહભાઇ પરમાર રહે . નગરામા , પોપટ ફળીયું તા.માતર નાઓને પકડી લઇ બંન્ને ઇસમો વિરુદ્ધમાં લીંબાસી પો.સ્ટે . પ્રોહિ . ધારા હેઠળ હેઙકો.રાજુભાઇ નાઓએ ફરીયાદ આપતા ગુનો રજી . કરી આગળની વધુ તપાસ પો.સ.ઇ ડી.બી.કુમાવત નાઓ કરી રહેલ છે .