લિંકન ફાર્મા.એ Q1 FY24મા 26.7% વૃદ્ધિ સાથે રૂ. 19.01 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો

- કંપનીએ નાણાંકીય વર્ષ 2026 સુધીમાં રૂ. 750 કરોડની આવકનો લક્ષ્યાંક રાખ્યો છે
- પ્રથમ ત્રિમાસિક ગાળા માટે કુલ આવક વાર્ષિક ધોરણે 10.27% વધીને રૂ. 31 કરોડ થઈ.
Financial Highlights (Standalone)
(Amount in Cr except EPS)
Q1 FY24 | Q1 FY23 | Y-O-Y | FY23 | FY22 | Y-O-Y | |
Total Income | 143.31 | 129.97 | 10.27% | 532.79 | 482.08 | 10.52% |
EBITDA | 28.41 | 23.41 | 21.36% | 111.65 | 105.47 | 5.86% |
Profit before Tax | 25.45 | 20.93 | 21.60% | 100.46 | 95.93 | 4.72% |
Net Profit | 19.01 | 15.01 | 26.66% | 72.90 | 69.36 | 5.11% |
E.P.S (Rs.) | 9.49 | 7.49 | 26.66% | 36.40 | 34.63 | 5.11% |
અમદાવાદ, ઓગસ્ટ 10, 2023 – ભારતની અગ્રણી હેલ્થકેર કંપનીઓમાંની એક લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે જૂન 2023ના રોજ પૂરા થયેલા નાણાંકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે રૂ. 19.01 કરોડનો સ્ટેન્ડઅલોન ધોરણે ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જે નાણાંકીય વર્ષ 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 15.01 કરોડના ચોખ્ખા નફા કરતાં વાર્ષિક ધોરણે 26.66% વૃદ્ધિ દર્શાવે છે. જૂન 2023ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કુલ આવક રૂ. 143.31 કરોડ નોંધાઈ હતી, જે નાણાંકીય વર્ષ 2022-23ના પહેલા ત્રિમાસિક ગાળામાં રૂ. 129.97 કરોડની કુલ આવક કરતાં વાર્ષિક ધોરણે 10.27% વધુ છે. નાણાંકીય વર્ષ 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે એબિટા નાણાંકીય વર્ષ 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 23.41 કરોડની એબિટાની સરખામણીમાં રૂ. 28.41 કરોડ નોંધાઈ હતી, જે વાર્ષિક ધોરણે 21.36% વધુ હતી. નાણાંકીય વર્ષ 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે ઈપીએસ રૂ. 9.49 પ્રતિ શેર હતો.
સેફાલોસ્પોરિન પ્લાન્ટ પર અપડેટ – કંપનીએ સ્થાનિક બજારમાં વેચાણ તેમજ માલની નિકાસ કરવાનું શરૂ કર્યું. અન્ય દેશો માટે પ્લાન્ટનું નિરીક્ષણ અને ઉત્પાદન નોંધણી પ્રક્રિયા હેઠળ છે.
ઈયુ ઓપરેશન્સ પર અપડેટ – કંપનીએ કેનેડામાં નિકાસ કરવાનું શરૂ કર્યું હતું.
પરિણામો અને કામગીરી અંગે ટિપ્પણી કરતાં, લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “કંપનીએ નાણાંકીય વર્ષ 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ઉત્તમ ઓપરેશનલ અને નાણાંકીય પ્રદર્શન આપ્યું છે. કંપનીએ સ્થાનિક કામગીરી, નિકાસ વ્યવસાય, નફાકારકતા અને માર્જિનમાં તંદુરસ્ત વૃદ્ધિ જાળવી રાખી છે. કંપની તેના લાંબા ગાળાના ગ્રોથ રોડમેપ પર સારી રીતે પ્રગતિ કરી રહી છે અને છેલ્લા 10 વર્ષોમાં દર વર્ષે નફામાં વૃદ્ધિ હાંસલ કરવામાં સક્ષમ છે અને આવી સિદ્ધિ મેળવનારી ઘણી ઓછી કંપનીઓમાં છે. કંપનીએ નાણાંકીય વર્ષ 2026 સુધીમાં માર્જિન જાળવી અથવા સુધારીને રૂ. 750 કરોડની આવક હાંસલ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.”
નાણાંકીય વર્ષ 2023 દરમિયાન, કંપનીએ સ્થાનિક બજારમાં 18 પ્રોડક્ટ્સ લોન્ચ કરી હતી અને નિકાસ બજારમાં 130થી વધુ ડોઝિયર્સ ભર્યા. નાણાંકીય વર્ષ 2024માં કંપની એક્યુટ સેગમેન્ટમાં તેની મજબૂત હાજરીને પૂરક બનાવવા માટે લાઈફસ્ટાઈલ અને ક્રોનિક સેગમેન્ટમાં ખાસ કરીને મહિલા આરોગ્યસંભાળ, ત્વચારોગ વિજ્ઞાનમાં મજબૂત પોર્ટફોલિયો બનાવવાનું ચાલુ રાખશે. કંપની પાસે 1,700થી વધુ નોંધાયેલ પ્રોડક્ટ્સ છે અને અન્ય 700 પાઇપલાઇનમાં છે.
નાણાંકીય વર્ષ 2023 માટે કંપનીએ નાણાંકીય વર્ષમાં તેના સર્વશ્રેષ્ઠ પરિણામો – આવક, એબિટા અને ચોખ્ખો નફો નોંધાવ્યો છે. કંપનીએ નાણાંકીય વર્ષમાં પ્રથમ વખત રૂ. 500 કરોડથી વધુની આવક અને રૂ. 100 કરોડ ઉપરાંત કરવેરા પહેલાંનો નફો મેળવ્યો હતો.