Western Times News

Gujarati News

લિંકન ફાર્મા.નો ત્રીજા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો 22.79 ટકા વધીને રૂ. 21.61 કરોડ થયો

અમદાવાદ, ભારતની અગ્રણી હેલ્થકેર કંપનીઓમાં સ્થાન ધરાવતી લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે ડિસેમ્બર, 2022ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળાના અંતે રૂ. 21.61 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે ગત નાણાંકીય વર્ષના સમાન ગાળામાં રૂ. 17.60 કરોડના ચોખ્ખા નફા કરતાં 22.79 ટકા વૃદ્ધિ દર્શાવે છે. Lincoln Pharmaceuticals Ltd reports 22.8% rise in the Standalone Net Profit at Rs. 21.6 crore in Q3 FY23

નાણાંકીય વર્ષ 2023ના ત્રીજા ત્રિમાસિક ગાળા દરમિયાન કામકાજથી ચોખ્ખી આવકો રૂ. 140.12 કરોડ રહી હતી જે ગત નાણાંકીય વર્ષના સમાન ગાળામાં રૂ. 122.52 કરોડની ચોખ્ખી આવકો કરતાં 14.37 ટકા વધુ હતી. કંપનીએ નાણાંકીય વર્ષ 2023ના ત્રીજા ત્રિમાસિક ગાળા દરમિયાન  રૂ. 33.11 કરોડની એબિટા નોંધાવી હતી

જે ગયા નાણાંકીય વર્ષના સમાન ગાળામાં રૂ. 26.09 કરોડની એબિટા કરતાં 26.92 ટકાનો વધારો દર્શાવે છે. નાણાંકીય વર્ષ 2023ના ત્રીજા ત્રિમાસિક ગાળા દરમિયાન ઈપીએસ શેરદીઠ રૂ. 10.79 રહી હતી જે ગત નાણાંકીય વર્ષના આ જ ગાળામાં શેરદીઠ રૂ. 8.79 હતી.

ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન કંપનીને ગુજરાતના મહેસાણા ખાતેના સેફાલોસ્પોરિન પ્લાન્ટમાં ટેબલેટ, કેપ્સ્યુલ, ડ્રાય-પાવડર સસ્પેન્શન પ્રોડક્ટ્સ માટે ડબ્લ્યુએચઓ-જીએમપી તરફથી મંજૂરી મળી હતી. પ્લાન્ટમાં ક્ષમતા વિસ્તરણ પણ પૂર્ણ થયું છે અને માર્ચ 2023થી વ્યાવસાયિક ઉત્પાદન શરૂ થવાની ધારણા છે.

પરિણામો અને કામગીરી અંગે ટિપ્પણી કરતાં લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “કંપનીએ ત્રિમાસિક ગાળા દરમિયાન સારા માર્જિન અને નફાકારકતા જાળવી રાખીને સારા આંકડા નોંધાવ્યા છે.

તાજેતરમાં જ કંપનીએ તેના ખાત્રજ પ્લાન્ટ માટે ઓસ્ટ્રેલિયાની મેડિસીન અને મેડિકલ ડિવાઈસીસ રેગ્યુલેટર થેરાપ્યુટિક ગુડ્સ એડમિનિસ્ટ્રેશન(ટીજીએ) તરફથી મંજૂરી મળી છે. ટીજીએ અને ઈયુ જીએમપીની મંજૂરીથી નિકાસ બજારમાં કંપનીની સ્થિતિ મજબૂત બનશે. વ્યૂહાત્મક વૃદ્ધિ પહેલ, પ્રોડક્ટ અને ભૌગૌલિક વિસ્તરણ, ઉચ્ચ કાર્યદક્ષતા જેવી બાબતોથી નજીકના મધ્યમ ગાળામાં તમામ હિસ્સેદારો માટે મહત્તમ મૂલ્યસર્જન થશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.