લિયોનેલ મેસ્સીને ફિફાનો સર્વશ્રેષ્ઠ ખેલાડીનો એવોર્ડ
નવી દિલ્હી, ફૂટબોલ જગતના સૌથી મહાન ખેલાડી તરીકે નામના પ્રાપ્ત કરેલ અને તાજેતરમાં જ ફૂટબોલ ફીફા વર્લ્ડકપ જીતવાનું સપનું સાકાર કર્યા બાદ ‘ધ ગોટ’ લિયોનેલ મેસ્સીએ વધુ એક ખિતાબ પોતાના નામે કર્યો છે. લિયોનેલ મેસ્સીને પુરૂષ વર્ગમાં ફીફાના સર્વશ્રેષ્ઠ ખેલાડીનો ખિતાબ મળ્યો છે. જ્યારે મહિલા વર્ગમાં સ્પેનની એલેક્સિયા પુટેલાસે આ સિદ્ધિ પોતાના નામે કરી હતી.
મેસ્સીએ પેરિસના સાલે ખાતે સમારોહ દરમિયાન કહ્યું હતું કે, આટલા લાંબા સંઘર્ષ પછી અને તેની પાછળ જઈને અને આટલા પ્રયત્નો કર્યા બાદ મારા સ્વપ્નને સાકાર કરી શક્યો તે મારા માટે ખૂબ મોટી વાત છે. ત્રણ ખેલાડીઓને રાષ્ટ્રીય ટીમના કેપ્ટન અને કોચની વૈશ્વિક પેનલ, ફીફા ના ૨૧૧ સભ્ય દેશોમાંથી દરેકમાં પસંદગી પામેલ પત્રકારોને અને ઓનલાઈન ચાહકો દ્વારા વોટિંગમાં શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. ૩૫ વર્ષીય મેસ્સીએ ફીફા દ્વારા વર્લ્ડ કપના સર્વશ્રેષ્ઠ ખેલાડીને આપવામાં આવતી ગોલ્ડન બોલ ટ્રોફીની રેસમાં એમ્બાપ્પેને હરાવ્યા હતા.
પુટેલાસે યુનાઈટેડ સ્ટેટ્સના એલેક્સ મોર્ગન અને બેથ મીડને હરાવી એવોર્ડ પોતાના નામે કર્યો હતો. જેમણે ૨૦૨૨માં ઈંગ્લેન્ડ યુરોપિયન ચેમ્પિયનશિપ ટાઇટલ અપાવ્યુ હતું. બાર્સિલોનાની પ્લેમેકર પુટેલાસ યુરોના થોડા દિવસો પહેલા જ ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હોવા છતાં ટોચના ત્રણ ખેલાડીમાં પોતાનું સ્થાન બનાવ્યુ હતું.
જાેકે, ફ્રાન્સના એમ્બાપ્પેને પણ આ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. પરંતુ મેસ્સીએ અહીં પણ તેને હરાવીને આ એવોર્ડ પોતાના નામે કર્યો હતો. સર્વશ્રેષ્ઠ પ્લેયર માટે મેસ્સીને સૌથી વધુ વોટ મળ્યા હતા.
આ દરમિયાન મેસ્સીએ કહ્યું કે, આ મારી કારકિર્દીની સૌથી સુંદર વસ્તુ છે. આ દરેક ખેલાડીનું સપનું હોય છે અને બહુ ઓછા લોકો તેને હાંસલ કરી શકતા હોય છે. ભગવાનનો આભાર માનુ છું કે, હું આ કરી શક્યો. ફિફા વર્લ્ડ કપ ૨૦૨૨ની ફાઈનલમાં ફ્રાન્સને હરાવીને આજેર્ન્ટિનાએ ત્રીજી વખત વર્લ્ડ કપ જીત્યો હતો. ફિફા વર્લ્ડ કપના ઈતિહાસની સૌથી રોમાંચક ફાઈનલમાં મેસ્સીની ટીમ આજેર્ન્ટિનાએ ફ્રાંસને પેનલ્ટી શૂટઆઉટમાં ૪-૨થી હરાવ્યું હતું. SS2.PG