Western Times News

Gujarati News

વર્લ્ડ કપ બાદ લિયોનેલ મેસ્સી ફૂટબોલમાંથી નિવૃત્તી લેશે

દોહા, ફીફા વર્લ્ડકપની ફાઇનલમાં આજેર્ન્ટિનાનો સામનો ફ્રાન્સ અથવા મોરોક્કોમાંથી થશે. આજેર્ન્ટિનાની ફૂટબોલ ટીમના કેપ્ટન અને સ્ટાર ખેલાડી લિયોનેલ મેસીએ સ્પષ્ટ કર્યું છે કે તે ૨૦૨૨ ફિફા વર્લ્ડ કપ બાદ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લઈ લેશે. આ ફીફા વર્લ્ડકપની ફાઈનલ મેચમાં મેસ્સી છેલ્લી વખત પોતાના દેશ માટે રમતો જાેવા મળશે. મેસ્સી પાસે આ મેચમાં પોતાની ટીમને ચેમ્પિયન બનાવીને વર્લ્ડકપ જીતવાની અને ગોલ્ડન બૂટ પોતાના નામે કરવાની છેલ્લી તક છે.

આ મેચમાં મેસ્સી રોનાલ્ડોનો રેકોર્ડ તોડી શકે છે. આ વાતની લિયોનેલ મેસીએ પુષ્ટિ કરી છે કે તે આગામી ૧૮ ડિસેમ્બરે ફિફા વર્લ્ડકપ ૨૦૨૨ ફાઇનલ પછી નિવૃત્તિ લેશે. આજેર્ન્ટિનાના કેપ્ટન મેસ્સીએ ક્રોએશિયા સામેની સેમી ફાઈનલ મેચમાં પેનલ્ટી પર ગોલ કરીને તેની ટીમને ફાઇનલમાં પહોંચવામાં મદદ કરી હતી. તેના સિવાય, જુલિયન અલ્વારેઝે બે ઉત્તમ ગોલ કર્યા કારણ કે આજેર્ન્ટિનાએ ક્રોએશિયાને ૩-૦થી હરાવી ફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કર્યું. આ પછી મેસ્સીએ સ્પષ્ટ કર્યું કે તે અંતિમ વખત પોતાના દેશ માટે ફાઇનલમાં રમશે.

ફીફા વર્લ્ડકપ ૨૦૨૨ની પહેલી સેમિફાઇનલમાં આજેર્ન્ટિનાની ટીમ સામે ક્રોએશિયાની ટીમ હતી. આ મેચમાં લિયોનેલ મેસ્સીની ટીમે ગત વર્લ્ડકપની રનર્સઅપ ક્રોએશિયાને ૩-૦થી હરાવીને ફાઈવલમાં પ્રવેશ મેળવ્યો હતો. આ મેચમાં મેસ્સીએ પ્રથમ ગોલ મેચના ૩૪મી મિનિટમાં જ કર્યો હતો. આજેર્ન્ટિનાના સ્ટાર ખેલાડી લિયોનેલ મેસીએ પેનલ્ટી કોર્નર પર આ ગોલ કર્યો હતો. ફીફા વર્લ્ડકપ ૨૦૨૨માં મેસ્સીનો આ પાંચમો ગોલ હતો. ફીફા વર્લ્ડકપ ઈતિહાસમાં મેસ્સીના ૧૧ ગોલ થયા હતા .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.