Western Times News

Gujarati News

રાજસ્થાનથી અરવલ્લી જિલ્લામાં થઈ ગુજરાતમાં ઘુસાડાઈ રહ્યો છે દારૂનો જથ્થો

મેઘરજના પટેલ ઢુંઢા ચાર રસ્તા પાસે કારમાં ભરેલા વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) અરવલ્લી જીલ્લાના રાજસ્થાન રાજ્યની આંતર રાજ્ય સરહદ પરથી નાના મોટા વાહનો મારફતે બુટલેગરો વિદેશી દારૂ ઘુસાડવા સક્રિય બન્યા છે અન્ય ધંધાઓ કરતા વિદેશી દારૂના ધંધામાં તગડો નફો દેખાઈ આવતાં અને બજારમાં તેની માંગ વધુ હોવાથી નવા નવા લોકો વિદેશી દારૂના વેપલામાં ઝંપલાવે છે.

એલસીબી પોલીસે મેઘરજ પોલીસ મથક વિસ્તારમાં રોયણીયા નજીક પટેલઢુંઢા ચાર રસ્તા પાસે બાયડના ઉર્વેશ દરજીને મારુતિ ૮૦૦ કારમાંથી ૨૭ હજારથી વધુના વિદેશી દારૂ સાથે ઝડપી લીધાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

એલસીબી પીઆઇ કે.ડી ગોહિલ અને તેમની ટીમ મેઘરજ પોલીસ મથક વિસ્તારમાં પ્રોહિબિશન પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળતાં એક સફેદ કલરની મારુતિ સુઝુકી કંપનીની ૮૦૦ કાર નંબર જીજે ૨૩ એ ૨૮૮૪ ની અંદર વિદેશી દારૂ ભરી રાજસ્થાન તરફથી સરથુણા થઈ મેઘરજ તરફ આવનાર છે.

એલસીબી પોલીસે રોડ પર ઉભા રહી વાચ ગોઠવતાં બાતમી વાળી કાર આવી પહોંચતાં તેને ઉભી રાખી તલાસી લેતાં વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલો ગુપ્ત ખાનામાંથી કુલ બોટલ નંગ ૩૯ જેની કિંમત રૂપિયા ૨૭૭૮૫/- નો પ્રોહી. મુદ્દામાલ તથા કાર અને મોબાઇલ મળી કુલ રૂપિયા ૮૨,૭૮૫/- નો મુદ્દામાલ કબજે લઈ બુટલેગર ઉર્વેશ ઉર્ફે ભીખો અમ્રુતભાઈ દરજી રહે. ઉગમણી બારોટવાસ, બાયડગામ તા. બાયડને ઝડપી લઇ વાન્ટેડ આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.