પોર્ટર એપ્લિકેશન દ્વારા શહેરમાં દારૂ મગાવાયો
અમદાવાદ, કોઇ પણ વસ્તુ કે સામાન કોઇપણ સ્થળેથી અન્ય સ્થળે પહોંચાડવા માટે પોર્ટલ એપ્લીકેશન સેવા કાર્યરત છે. ત્યારે જ આ એપ્લીકેશનનો દુરુપયોગ કરી કુબેરનગરના બુટલગરે બે વાહનોમાં પીપળજથી દારૂની ૪૬ બોટલ મંગાવી હતી. જોકે ક્રાઇમબ્રાંચે આ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.
જ્યારે દારૂ મંગાવનાર હની સિંધીને વોન્ટેડ જાહેર કરીને વધુ તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં જુદી જુદી મોડેસ એપરેન્ડીથી દારૂની ડીલીવરી કરવામાં આવી રહી છે. જે અંગે તપાસ ચાલી રહી છે.અમદાવાદ ક્રાઇમબ્રાંચના આર.એલ.ઓડેદરાની ટીમ પેટ્રોલીંગમાં હતી. ત્યારેજ તેમને બાતમી મળી હતી કે પોર્ટર એપ્લીકેશન પર કામ કરતા બે લોડીંગ વાહનોમાં દારૂ મંગાવવામાં આવ્યો છે.
આ બન્ને વાહનો હાલ કુબેરનગર સ્થિત આંબાવાડી પાસે પહોંચ્યા છે. તરત જ પોલીસે ત્યાં પહોંચીને બન્ને લોડીંગ વાહનો શોધી કાઢ્યા હતા. જે વાહનોના ચાલકની પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું હતું કે પીપળજ ખાતેના શ્રીનાથ કાર્ગાે ખાતેથી પાર્સલ કુબેર નગર આંબાવાડી ખાતે લાવવાનો એપ્લીકેશ પરથી ઓર્ડર મળ્યો હતો અને આંબાવાડી ખાતે પહોંચી હની સિંધીને કોલ કરી પાર્સલ આવી દેવાના હતા.
પોલીસે બન્ને વાહનોમાંથી ચાર પાર્સલ કબજે લઇ તપાસ કરતાં તેમાંથી વિલાયતી દારૂની ૪૬ બોટલ મળી આવી હતી. જે દારૂન જથ્થો કબજે લઇ પોલીસે પોર્ટર સર્વિસ દ્વારા દારૂ મંગાવનાર હની સિંધીને વોન્ટેડ જાહેર કરી તેની તપાસ આદરી છે.
અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે શહેરના પોશ વિસ્તરમાંથી ઓનલાઇન ફુડ ડિલીવરી કરતી એપ્લીકશન માફરતે પણ દારૂ સપ્લાય કરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું.SS1MS