વલસાડમાં ઘાસના પુડાની આડમાં દારૂની હેરાફેરી ઝડપાઇ
વલસાડ, રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણમાંથી ગુજરાતમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરો અવનવી તરકીબો અજમાવે છે. ત્યારે આજે બુટલેગરોની વધુ એક તરકીબને વલસાડ જિલ્લા એલસીબી પોલીસે ખુલ્લી પાડી છે. આ વખતે વલસાડ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પરથી પોલીસે ઘાસની આડમાં લાખો રૂપિયાના વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ટેમ્પોને ઝડપી પાડ્યો હતો.
કાર્યવાહીમાં પોલીસે પાંચ લાખના વિદેશી દારૂ સાથે એક આરોપીની પણ ધરપકડ કરી છે અને તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વિગત મુજબ વલસાડ જિલ્લા એલસીબી પોલીસને મળેલી બાતમીને આધારે પોલીસની ટીમ વલસાડ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વોચમાં હતી.
એ દરમિયાન પીરુ ફળિયા નજીકથી પૂર ઝડપે પસાર થઈ રહેલા એક ટેમ્પોને રોક્યો હતો. અંદર તપાસ કરતા બહારથી જાેતા ટેમ્પોમાં ઘાસ ભર્યું હતુઆથી કાંઈ વાંધાજનક દેખાઈ રહ્યું ન હતું .પરંતુ પોલીસને મળેલી પાક્કી બાતમીને આધારે પોલીસે ઘાસના પુડીયા હટાવી તપાસ કરતાં અંદરથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જ ટેમ્પામાંથી ઘાસના પુડીયાની નીચે છુપાવેલો અંદાજે પાંચ લાખની કિંમતનો ૮૩ પેટી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
જેને કબ્જે કરી પોલીસે મહારાષ્ટ્રના અરુણ રાવ નામના આરોપી ચાલકની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અત્યારે પોલીસે અંદાજે પાંચ લાખના વિદેશી દારૂનો જથ્થો અને ટેમ્પો મળી કુલ ૨૦ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી દારૂ ક્યાંથી ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો? તે અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
મહત્વપૂર્ણ છે કે દમણ, દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રમાં દારૂની છૂટ છે. જાેકે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂના ધંધામાં મોટી કમાણી હોવાના કારણે બુટલેગરો દારૂની હેરાફેરી માટે અવનવી તરકીબો અજમાવે છે.
જાેકે પોલીસના બાતમીદારોનું નેટવર્ક સક્રિય હોવાથી વલસાડ એલસીબી પોલીસ દ્વારા વધુ એક વખત બુટલેગરોની આ ચાલાકીને ખુલ્લી પાડી લાખો રૂપિયાના વિદેશી દારૂ ઝડપી આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે. SS3SS