મૃતક યુવકના બાઈકમાં દારૂ ક્યાંક લઈ જવામાં આવી રહ્યો હતો
વલસાડ, અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર પારડી પાસે બનેલી અકસ્માતની ઘટનામાં એકનું મોત થઈ ગયું છે. આ અકસ્માતની ઘટનાથી આસપાસના સૌ કોઈને અરેરાટી થઈ ગઈ હતી. પરંતુ જ્યારે પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ કરવામાં આવી તો મોટો ઘટસ્ફોટ થયો હતો. Liquor was being taken somewhere in the dead youth’s bike
જે વ્યક્તિનું અકસ્માતમાં મોત થયું છે તેના બાઈકમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. પારડી પોલીસે આ મામલે વધુ તપાસ શરુ કરી છે જેમાં મૃતક વલસાડનો હોવાની વિગતો બહાર આવી છે. પારડી પાસે નેશનલ હાઇવે પર અજાણ્યા વાહનની અડફેટે એક બાઈક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.
અકસ્માતમાં મોતને ભેટેલા શખ્સના બાઈકમાં બનાવેલા છૂપાખાનામાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. બનાવની જાણ થતા જ પારડી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.
અકસ્માતને કારણે થોડા સમય સુધી હાઈવે પર વાહન વ્યવહારને પણ અસર થઈ હતી. બનાવની વિગત મુજબ મોડી રાત્રે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વલસાડ જિલ્લાના પારડી નજીક એક બાઈક ચાલકને અજાણ્યા વાહને અડફેટે લીધો હતો.
અજાણ્યા વાહનની અડફેટે આવી જતા બાઈક ચાલક હાઇવે પર ફંગોળાયો હતો જેમાં તેને ગંભીર ઇજાઓ થઈ હતી. આ પછી અકસ્માતનો ભોગ બનનાર શખ્સનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થઈ ગયું હતું.અકસ્માત બાદ દારૂનો જથ્થો બાઈકમાંથી હાઈવે પર ફંગોળાઈ ગયો હતો. બનાવની જાણ થતાં પારડી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો.
અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક બાઇક ચાલક દમણ તરફથી દારૂનો જથ્થો લઈ અને વલસાડ તરફ જઈ રહ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. દારૂની હેરાફેરી કરતા બાઈક ચાલક બુટલેગરને અજાણ્યા વાહને અડફેટે લેતા હાઇવે પર જ કરૂણ મોત થયું હતુ.
આ અકસ્માતમાં મૃતક પાસેથી મળેલો દારૂનો જથ્થો ચર્ચાનો વિષય બન્યો છે.
સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે આ યુવક દારૂનો જથ્થો કોને આપવા જઈ રહ્યો હતો અને શું તે પોતે પણ નશાની હાલતમાં હતો કે કેમ? આવા વિવિધ સવાલોના જવાબ મેળવવા માટે પોલીસ દ્વારા તપાસ કરાઈ રહી છે.
હવે મોબાઈલ ફોનની ડિટેઈલ્સના આધારે કે લોકેશન સિસ્ટમ દ્વારા ટેક્નિકલ આ કેસમાં વધુ તપાસ કરીને દારૂ લઈ જનારા શખ્સ અંગે વધુ તપાસ કરી શકે છે. આ સિવાય આ દારૂ કોના દ્વારા મંગાવવામાં આવ્યો હતો તેના સુધી પણ પોલીસ પહોંચી શકે છે. પારડી પોલીસે આ મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.SS1MS