સેવાલીયા મહારાજના મુવાડા નવી ચેક પોસ્ટ પરથી ૯.૨૬ લાખનો દારૂ પકડાયો
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) સેવાલીયા મહારાજના મુવાડા નવી ચેક પોસ્ટ ઉપરથી જુનાજર્જરીત ફર્નિચરની આડમાં બંધ બોડીની ડાર્ક પાર્સલ આઇસર ગાડી માં લઇ જવાતા રૂ ૯.૨૬ લાખ ના દારૂ સાથે પોલીસે રૂ . ૧૯.૪૩ લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ અગે મળતી માહિતી મુજબ સેવાલિયા પોલીસે બાતમી ના આધારે અમદાવાદ-ઇન્દોર હાઇવે રોડ મહારાજના મુવાડા ચેક પોસ્ટ ઉપર વોચ ગોઠવી હતી આ વોચ માં આઇસર ગાડી આવતા તેને રોકી હતી અને તલાસી લીધી હતી
જેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૭૫૦ મીલીની કુલ-૫૩૨ કાચની બોટલો જેની કુલ કિ.રૂ.૭,પ૦,૦૨૪ તથા ૧૮૦ મીલીના કુલ નંગ-૨૩૫ર કાચના ક્વૉર્ટરની કિં.રૂ.૧,૭૬,૪૦૦/- મળી દારૂની કુલ્લ કિંમત રૂ.૯,૨૬,૪૨૪- તથા આઇસર ગાડી નીકિં.રૂ.૧૦,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા રોકડ રૂ.રપ૦૦/ વગેરે મળી કુલ્લે કિ.રૂ.૧૯,૪૩,૯૨૪૮- ના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડયા હતા
પોલીસે રાજકુમાર સુમેરસીંગ જાટ ચૌધરી ઉવ.૩૦ રહે.કુલ ઘાના-જુઇ તા.લુરૂ જી.ભીવાણી, હરીયાણા અને સુમિત કપુરસીંગ ચૌધરી ઉ.વ.૩૫ રહે.ઢાબધાણી થાના-જુઇ તા. જી.મીવાણી, હરીયાણા ને પકડી પાડયા હતા પોલીસે આ પકડાયેલા બે તેમજ માલ રવાના કરનાર અનીશ ઉર્ફે સુનીલ જગદીશભાઇ જાટ રહે.કુડલ ધાના-જુઇ તા.લુઆરૂ જી.ભીવાની હરીયાણા સામે ગુનો દાખલ કર્યો છે
અત્રે નોંધનીય છે કે આરોપીઓ આ માલ જુના ફર્નિચરની આડમાં લઈ જતા હતા જેથી કરીને પોલીસને પથમ નરજે એવું લાગે કે આ ભાગમાં જૂનું ફર્નિચર ભરેલ છે પરંતુ પોલીસ પાસે બાથની બાકી હોય પોલીસે ફર્નિચર હટાવીને જાેતા તેની અંદરથી વિદેશી દારૂ મળી આવ્યો હતો.