પોર શંકરપુરા ગામના સરપંચના ઘરેથી લાખોનો દારુ ઝડપાયો
વડોદરા, વડોદરાના પોર શંકરપુરા ગામના સરપંચના ઘરે દારુ ઝડપાયો છે.ગામના સરપંચના ઘરેથી વિદેશી દારુનો જથ્થો ઝડપાયો છે. શંકરપુરા ગામના સરપંચ મહેશ ગોહીલના ઘરેથી ૧,૯૯,૨૦૦ની કિંમતના દારુનો જથ્થો ઝડપાયો હતો.
રાજ્યમાં અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ત્યારે વડોદરાના પોર શંકરપુરા ગામના સરપંચના ઘરે દારુ ઝડપાયો છે.ગામના સરપંચના ઘરેથી વિદેશી દારુનો જથ્થો ઝડપાયો છે. શંકરપુરા ગામના સરપંચ મહેશ ગોહીલના ઘરેથી ૧,૯૯,૨૦૦ની કિંમતના દારુનો જથ્થો ઝડપાયો હતો. તેમજ પોલીસે ૩૨ લાખના મુદ્દામાલ સાથે સરપંચની ધરપકડ કરી છે. આ ઘટનામાં ૩ આરોપીઓ ફરાર થઈ જતા વોન્ટેડ જાહેર કર્યા હતા.
બીજી તરફ આ અગાઉ વડોદરાના નંદેસરીમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પડ્યા હતા. જ્યાં ૪૯૬ જેટલી વિદેશી દારુની બોટલો સાથે ૩ લોકોને ઝડપી પાડ્યા હતા. તેમજ નંદેસરી ગામના માજી સરપંચના ફાર્મહાઉસમાં દારુનો જથ્થો રખાતો હોવાનું સામે આવ્યુ હતુ. આ ઉપરાંત માજી સરપંચનો ભાગીદાર અમજદ શેખ પણ વોન્ટેડ હોવાનું સામે આવી રહ્યુ હતુ. SS3SS