મોડાસામાં વધુ બે વાહનમાંથી રૂા.ર.ર૦ લાખનો દારૂ પકડાયો
મોડાસા, વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ દારૂની હેરાફેરી નોંધપાત્ર રીતે વધી જવા પામી છે. ચૂંટણી સમયે દારૂની માંગ વધી જતી હોય છે. આ માંગને પહોંચી વળવા માટેે ે મોેટા જથ્થામાં દારૂ રાજયમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. રાજયમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો નીતનવા નુસખા અજમાવતા રહ્યા છે.
સ્ટેટ મોનિટરીંગ સેલે ટ્રકમાંથી લાખો રૂપિયાનો દારૂ ઝડપતા અરવલ્લી જીલ્લા પોલીસની ઉંઘ હરામ થઈ ગઈ છે. શામળાજી પોલીસે ર૪ કલાકમાં જ પીકઅપ ડાલા અનેે ઈકો કારમાંથી રૂા.ર.ર૦ લાખનો દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. દેંવની મોરી નજીક શંકાસ્પદ હાલતમાં પસાર થતી ઈકો કારને અટકાવવાનો પ્રયત્ન કરવામાં આવતા કાર ચાલકે ઈકો કારને પૂરઝડપે હંકારી મુકતા પોલીસે જીપમાં તેનો પીછો કરતાં ગ્રામ્ય વિસ્તારમાં ફિલ્મી દ્રષ્યો સર્જાયા હતા.
ઈકો કારના ચાલકે પોલીસે પકડથી બચવા માટેે રોડ પર ઈકો મુકી ફરાર થઈ જતાં પોલીસે ઈકો કારમાંથી રૂા.ર૬૯૪૦ ની કિંમતનો દારૂની ૩૩૦ ક્વાર્ટરીયા, બોટલ મળી આવી હતી. દારૂ અને કાર મળી કુલ રૂા.૧.૭૬ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો હતો.
એ જ રીતે અણસોલ નજીક રાજસ્થાન તરફથી બંધ બોડીના પીકઅપ ડાલામાં ચોરખાનામાં થી પ્લાસ્ટીકની થેલીઓમાં રહેલા બોક્ષની અંદરથી રૂા.૧.૯૩ લાખનો દારૂની ૭૭ર બોટલો મળી આવી હતી. દારૂ અને વાહન સહિત રૂા.૪.૯૬ લાખથી વધુના મુદ્દામાલ કબજે લઈને હરિયાણાના હિસ્સાર વિસતારના વાહન ચાલક ભગીરથ ઓમપ્રકાશ જાટનેે દબોચી લીધો હતો. દારૂ ભરી આપનાર હરિયાણાના ગુહાનેો ગુલામ ધાનક સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરાયા છે.