IPL ગુજરાત ટાઈટન્સ દ્વારા રિટેન ખેલાડીઓનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું
ગુજરાત ટાઈટન્સ સાથે જ રહેશે હાર્દિક પંડ્યા
નવી દિલ્હી, આઈપીએલ-૨૦૨૪ની હરાજી પહેલા ખેલ જગતમાં જે સૌથી મોટી ચર્ચા ચાલી રહી હતી તેનો આજે અંત આવી ગયો છે. ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને રિટેન કરી લેવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ચર્ચા ચાલી રહી હતી કે હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં સામેલ થઈ શકે છે, પરંતુ ગુજરાત ટાઈટન્સ દ્વારા જાહેર કરવામાં આવેલા લિસ્ટમાં હાર્દિક પંડ્યા સામેલ છે. એટલે કે આગામી સીઝનમાં પણ હાર્દિક પંડ્યા ગુજરાત ટાઈટન્સની કમાન સંભાળી શકે છે.
આઈપીએલ ૨૦૨૪ માટે આગામી ૧૯ ડિસેમ્બરે હરાજી થવાની છે. આ પહેલા રિટેન અને રિલીઝ ખેલાડીઓનું લિસ્ટ જાહેર કરવા માટે આજે છેલ્લો દિવસ હતો. ગુજરાત ટાઈટન્સના લિસ્ટ પ્રમાણે હાર્દિક પંડ્યાને રિલીઝ કરવામાં આવ્યો નથી. ચર્ચા હતી કે હાર્દિક પંડ્યા ગુજરાત ટાઈટન્સ છોડીને મુંબઈ ઈન્ડિયન્સ સાથે જવા માંગે છે. પરંતુ હવે તમામ અટકળોનો અંત આવી ગયો છે.
ગુજરાત ટાઈટન્સે આ ખેલાડીઓને કર્યા રિટેન ઃ ડેવિડ મિલર, શુભમન ગિલ, મેથ્યુ વેડ, રિદ્ધિમાન સાહા, કેન વિલિયમસન, હાર્દિક પંડ્યા (કેપ્ટન), અભિનવ મનોહર, બી સાઈ સુદર્શન, દર્શન નલકાંડે, વિજય શંકર, જયંત યાદવ, રાહુલ તેવટિયા, મોહમ્મદ શમી, નૂર અહેમદ, આર સાઈ કિશોર, રાશિદ ખાન, જાેશ લિટલ, મોહિત શર્મા. આ ખેલાડીઓને કર્યા રિલીઝ ઃ યશ દયાલ, કેએસ ભરત, શિવમ માવી, ઉર્વીલ પટેલ, પ્રદીપ સાંગવાન, ઓડિયન સ્મિથ, અલ્ઝારી જાેસેફ, દાસુન શનાકા.