Western Times News

Gujarati News

રાજકોટમાં વીજળી પડતા લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ

રાજકોટ, શહેરમાં એકાએક વાતાવરણમાં પલ્ટો જાેવા મળ્યો હતો. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. બાદમાં ભારે પવન અને વીજળીના ગડગડાહટ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જાેકે એક કલાકમાં ધોધમાર એક ઇંચ વરસાદથી ઠેર ઠેર રસ્તાઓ નદીમાં ફેરવાયા હતા.

Live footage of lightning in Rajkot captured on camera

તેમજ અનેક જગ્યાએ ભારે પવનને કારણે વૃક્ષો ધરાશાયી થયા હતા. વીજળીના કડાકાને ભડકાથી શહેરમાં વાતાવરણ ડરામણું બની ગયું હતું. ત્યારે સોશિયલ મીડિયામાં હાલ વીજળીનો દિલધડક વીડિયો વાયરલ થયો છે. રાજકોટના હનુમાન મઢી ચોક નજીક લાઇવ વીજળી પડતી કેમેરામાં કેદ થઈ હતી.

રાજકોટમાં એક કલાકમાં ધોધમાર ૧ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. અનેક સ્થળે વૃક્ષ ધરાશાયી થયાનું જાણવા મળી રહ્યું છે. શહેરના રૈયા રોડ, રેસકોર્સ રોડ, યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ, કાલાવડ રોડ, પેડક રોડ, સંત કબીર રોડ, ૧૫૦ ફૂટ રિંગ રોડ, યુનિવર્સિટી સહિતના મુખ્ય માર્ગો ઉપર પાણી ફરી વળ્યાં છે.

લોકો વરસાદની મજા લેવા બહાર નીકળ્યા હતા. ભારે બફાર માંથી લોકોએ મુક્તિ મેળવી છે અને શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે. ભારે વરસાદથી શહેરના રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા. શહેરના નાણાવટી ચોક અને રામાપીર ચોકડીએ રસ્તા પર એક-એક ફૂટ ભરાઇ ગયા હતા.

આથી વાહનચાલકો પણ પરેશાન બન્યા હતા. આજી-૨ ડેમમાં નવા નીરની આવક થઇ છે, જેના કારણે આજી-૨ ડેમના દરવાજા ખોલવામાં આવ્યાં છે. મળતી માહિતી મુજબ આજી-૨ ડેમના ૩ દરવાજા ૧ ફુટ ખોલવામાં આવ્યાં છે. આજી-૨ ડેમમાં ૨૦૩૪ ક્યુસેક પાણીના પ્રવાહની આવક થઇ રહી છે જેની સામે હાલમાં ડેમમાંથી ૨૦૩૪ ક્યુસેકનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે.

અમદાવાદમાં હાલ ચારેબાજુ સાવર્ત્રિક વરસાદ નોંધાયો છે. આજે ગુજરાતના ૫૦ તાલુકામાં વરસાદ પડ્યો છે. સુરતના ઉમરપાડામાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે વલસાડના ધરમપુરમાં ૨ ઈંચ વરસાદ, તાપીના સોનગઢમાં પોણા ૨ ઈંચ વરસાદ અને ફતેપુરા અને વઘઈમાં સવા ઈંચ વરસાદ પડ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.