Western Times News

Gujarati News

લાઈવ પરફોર્મર અને સિંગર ભૂમિક શાહે આ નવરાત્રી માટે ડાકલા રિલીઝ કર્યા

ફોક મ્યુઝિક (લોક સંગીત) હંમેશાં સંગીતનું એક લોકપ્રિય સ્વરૂપ રહ્યું છે અને લાંબા સમયથી સંગીતકારો એ લોક ગયાં પ્રસ્તુત કર્યા છે અને લોકો એ વખાણ્યાં પણ છે. અને તાજેતરના સમયમાં, લોક સંગીત પણ યુવા પ્રેક્ષકોમાં લોકપ્રિયતા મેળવી રહ્યું છે. ઘણા ગુજરાતી સિંગર જૂના ક્લાસિક ફોક સોન્ગ્સના વધુ સમકાલીન સંસ્કરણો બનાવવા માટે અથાક કાર્ય કરી રહ્યા છે જેથી યુવા પ્રેક્ષકો તેનાથી સંબંધિત થઈ શકે. લોક ફ્યુઝન અને રોક કવરથી માંડીને આ ટાઈમલેસ ક્લાસિક્સના અનપ્લગ્ડ વર્ઝન્સ સુધી, ગુજરાતમાં સંગીતકારોએ ફોક મ્યુઝિકને ફરીથી લોકોમાં લોકપ્રિય કર્યું છે. અને આવા વિવિધ કલાકારોમાં એક ગાયક ભૂમિક શાહ છે

જે દર નવરાત્રિએ ગુજરાતનાં લોકગીતોનાં આ સ્વરૂપને લોકપ્રિય બનાવવા માટે ડાકલાનાં ગીતો રજૂ કરે છે. ડાકલા એ મ્યુઝિકનું તરર્દિશનલ ફોર્મ છે જે સર્વશક્તિમાનને આમંત્રિત કરવા માટે છે અને રાજ્યના ટ્રેડિશનલ મ્યુઝિક હેરિટેજનું જશ્ન મનાવે છે. અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ભૂમિક શાહ એ ડાકલા સોન્ગ રિલીઝ કર્યું છે. ભૂમિક શાહ એ આ વર્ષ માટે “મોગલ માંના ડાકલા” રજૂ કર્યા છે જેને ઓડિયન્સ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહેલ છે.

લોકસંગીતને ફરીથી પ્રચલિત લાવવાના તેમના પ્રયત્નો વિશે વાત કરતાં ભૂમિક શાહ એ જણાવ્યું હતું કે, “ડાકલા એ ફોક મ્યુઝિકનું ખૂબ જ એનર્જેટિક ફોર્મ છે અને તેમાં સંગીતની ગુણવત્તા છે જેનાથી દરેક સંગીત પ્રેમી ગુંજી ઉઠે છે. તેથી જ હું છેલ્લા કેટલાક સમયથી દરેક નવરાત્રીમાં ડાકલા ગીત રજૂ કરું છું અને મારા દરેક વીડિયોને પ્રેક્ષકોનો સારો પ્રતિસાદ મળ્યો છે

એટલે કે તે લોકપ્રિયતા મેળવી રહેલ છે. આ વર્ષે પણ, હું બીજા ડકલા ગીત સાથે તૈયાર છું જેને ડિજિટલ પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવ્યું છે. કારણ કે, નવરાત્રી થઈ રહી નથી, તેથી ફેસ્ટિવલની મજા માણનાંરાઓ માટે આ એક અન્ય રીત હશે.”

ભુમિકે શાહ એ પહેલા વર્ષે ચોટીલે ડાકલાં (ચામુંડામાંના ડાકલાં), અને બીજા વર્ષે રોજો – (ખોડિયારમાંના ડાકલાં) ના લોક ગીતો કર્યાં હતા. જેને સોશિયલ મીડિયા, ક્રાઉડ માસ, મીડિયા તરફથી જબરદસ્ત પ્રતિક્રિયા મળી હતી, અને ગત વર્ષે તેમણે  મહાકાળી ડાકલા (મહાકાળી માના) રિલીઝ કર્યા હતા, જે તેમનું પોતાનું વર્ઝન હતું. દર્શકોએ તેને ઘણું પસંદ કર્યું હતું. આ વર્ષે નવરાત્રી નિમિત્તે તેઓ “મોગલ માંના ડાકલા” લઈને આવ્યા છે.

આ વખતે, ભૂમિક શાહ આ મોગલ ડાકલા દ્વારા માં મોગલની પૂજા કરવા માટે ગામડાઓમાં પરંપરાગત રીતે આવા લોક ગીતો કેવી રીતે રજૂ કરવામાં આવે છે તે દર્શાવવા માંગે છે. ગીતનો સારાંશ મા મોગલની ઉત્પત્તિ, તેમનો બિનશરતી પ્રેમ અને તેમના બાળકોને તમામ અનિષ્ટથી બચાવવા માટેના ઉગ્ર સ્વરૂપનું સરળ વર્ણન કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.