LN ટ્રસ્ટ તથા કોટન કનેક્ટ દ્વારા જૈવિક દવા બનાવવા સેમિનાર યોજાયો.
તાજેતરમાં નરોતમ લાલભાઈ રૂરલ ડેવલપમેન્ટ ફંડ અને કોટન કનેક્ટ ના સંયુક્ત ઉપક્રમે નિદર્શન પ્લોટ અને ફિલ્ડ સેમિનાર યોજાયો. જેમાં 105 ખેડૂતોએ ભાગ લીધો.એન.એલ. રૂરલ ફંડના બીસીસીઆઈ પ્રોજેક્ટ મેનેજરશ્રી ગૌતમભાઈ પટેલે સંસ્થાનો પરિચય આપ્યો. અને bci કાર્યક્રમમાં ખેડૂતોને તાલીમ દ્વારા વિડિયો શો દ્વારા નિદર્શન પ્લોટ દ્વારા વિકાસની નવી લખી પ્રવૃત્તિની સમજ આપી..
ખેડૂત તાલીમકેન્દ્ર ખેડબ્રહ્માના જમીન ચકાસણી વિભાગના અધિકારી શ્રી જે.ડી. પટેલ સાહેબે જમીન ચકાસણી અને પાણીની ચકાસણી કરાવી જમીનની જરૂર પૂરતા પોષક તત્વો દ્વારા ખાતર નાખવા કહ્યું જમીન અને પાણીના નમૂના લેવાની પદ્ધતિ સમજાવી ગુજરાત સરકાર જમીન પાણીની ચકાસણી માટે ફક્ત રૂપિયા ૧૫ ફી લે છે અને ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની ના પ્રતિનિધિ શ્રી હરિભાઇ પટેલે ટપક પદ્ધતિ ના ફાયદા જણાવતા કહ્યું કે નિંદામણની દવા ના ખર્ચ ની બચત થાય છે તેમણે સબસીડી વિશે જણાવ્યું કે સરકાર નેવુહજાર રૂપિયા સુધીની સબસિડી ઉપરાંત ખેડૂતને વીમો અપાય છે.
એન.એલ.ટ્રસ્ટ ના ડાયરેક્ટર શ્રી બી.એમ. સાહેબે જણાવ્યું કે ખેતીની નકારાત્મક અસરોને સમજવી પડે જોખમ ઓછું કરવાનો સમય છે. અરવિંદ લિમિટેડ ના સી.એસ.આર.હેડ શ્રી નીરજ કુમાર લાલે આ કાર્યક્રમમાં પર્યાવરણની જાળવણી નો કાર્યક્રમ દર્શાવ્યો.
કોટન કનેક્ટ પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર શ્રી સમીરભાઈ પંડિતે કહ્યું કે ત્રણ વર્ષથી ચાલતા bci એડમિનિસ્ટ્રેટર શ્રી સમીરભાઈ પંડિતે કહ્યું કે ત્રણ વર્ષથી ચાલતા bci કાર્યક્રમથી ખેડૂતોને ફાયદો થયો.ઉમદા કાર્ય પદ્ધતિમાં આધાર કાર્ડ, માં કાર્ડ બેંક ખાતુ સાધન સહાય જેવા કામ થાય છે શ્રી કનુભાઈ લકુમે બીટી કપાસ માં જૈવિક દવા બનાવવાની પદ્ધતિ સમજાવી જેમાં અજમો, હળદર હીંગ ગાયના દૂધમાં ઉપયોગી દવા બનાવવા નું નિર્દેશન કર્યું
જેથી સફેદ વાળ મોલી ફુલડા જેવી જીવાત આવતી નથી. શ્રી મહેશભાઈ ઓડે પીપીઈ મોડેલથી દવા છાંટતી વખતે રાખવાની કાળજી, શરીરના અંગોને ઢાંકવા ની અને દવાનીખાલી બોટલ ને દાટી દેવા સમજાવ્યું. કાર્યક્રમના અંતમાં સંસ્થાના ચીફ મેનેજર શ્રી કાંતિભાઇ પટેલે આભારવિધિ કરી હતી.