L&T રિયલ્ટી સિંગાપોરની કંપની સાથે મળી ભારતમાં 60 લાખ સ્કે. ફૂટ ઓફિસ સ્પેસ ડેવલપ કરશે
મુંબઇ, સિંગાપોર, એલએન્ડટીની રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કંપની એલએન્ડટી રિયલ્ટી અને કેપિટાલેન્ડ ઇન્ડિયા ટ્રસ્ટ (CLINT)ની ટ્રસ્ટી મેનેજર સિંગાપોર લિસ્ટેડ કેપિટાલેન્ડ ઇન્ડિયા ટ્રસ્ટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે બેંગલુરુ, ચેન્નાઇ અને મુંબઇમાં આશરે 60 લાખ સ્કવેર ફુટ (0.56 મિલિયન સ્કવેર મીટર્સ) માં પ્રાઇમ ઓફિસ સ્પેસ વિક્સાવવા માટે નોન-બાઇન્ડિંગ ટર્મ શીટ પર હસ્તાક્ષર કર્યા છે.
આ પ્લેટફોર્મ હેઠળ એલએન્ડટી ઓફિસ સ્પેસ વિક્સાવશે, જ્યારે CLINT ઓફિસ સ્પેસનું માર્કેટિંગ કરશે. આ કામગીરી પૂરી થયા બાદ પ્રોજેક્ટની મૂડીનું મોટા ભાગનું કમિટમેન્ટ 2024નાં બીજા છ માસિક ગાળાથી શરૂ થશે એવી CLINTને અપેક્ષા છે. CLINT આ પ્રોપર્ટીમાં તબક્કાવાર રીતે માલિકી હસ્તગત કરશે.
એલએન્ડટી રિયલ્ટીના સીઇઓ અને એમડી શ્રીકાંત જોષીએ જણાવ્યું હતું કે, “આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ગ્રાહકો દ્વારા ક્વોલિટી ઓફિસ સ્પેસ માટેની માંગણી વધવાને કારણે ભારતીય ઓફિસ લીઝિંગ માર્કેટ વૃધ્ધિ પામવાનું ચાલુ રાખશે. જાન્યુઆરી-સપ્ટેમ્બર 2022 માટે નેટ એબ્સોર્પ્શન સ્પેસ 30.3 મિલિયન સ્કવેર ફુટ (2.8 મિલિયન સ્કવેર મીટર્સ)ની ત્રણ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. ભારતનાં ટોચનાં ત્રણ મેટ્રો શહેરોમાં પ્રીમિયમ ઓફિસ સ્પેસ માટે CLINT સાથે ભાગીદારી કરવા બદલ અમે ખુશી અનુભવીએ છીએ.”
ટ્રસ્ટી-મેનેજરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સંજીવ દાસગુપ્તાએ જણાવ્યું હતું કે, “એલએન્ડટી સાથેનું સૂચિત કમર્શિયલ પ્લેટફોર્મ CLINTને સુસ્થાપિત માઇક્રો-માર્કેટ્સમાં મોટાં શહેરોમાં તેની હાજરી વધારવાની તક આપશે. વધુમાં, પ્રોજેક્ટ ડેવલપમેન્ટમાં L&T’નો મજબૂત ટ્રેક રેકોર્ડ અને CLINTનાં વ્યાપક કસ્ટમર નેટવર્ક અને લીઝિંગ ક્ષમતાથી વિવિધ પ્લેટફોર્મમાં સંયુક્ત અસરકારકતા ઊભી થશે.” બંને પક્ષકારો ડેફિનેટિવ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર થાય પછી કરશે.