મોદી સરકારમાં ૦ ટકા વ્યાજે લોન મળે છે આ છે બદલાવ : પુરુસોત્તમ રૂપાલા

ત્રાલસામાં કેન્દ્રીય મંત્રી પુરસોત્તમ રૂપાલાએ સભા ગજવી
(પ્રતિનિધિ) ભરૂચ, રાજીવ ગાંધી દેશના વડાપ્રધાન હતા ત્યારે તેમને કહ્યું હતું કે કેન્દ્ર એક રૂપિયો મોકલે તો લોકો પાસે માત્ર ૧૫ રૂપિયા જ પહોંચે છે.પરંતુ આજે પંચાયતમાં એક પણ રૂપિયાની ગ્રાન્ટ ઓછી જતી નથી.પૂરેપૂરી ગ્રાન્ટ પંચાયતને મળે છે.તેમ કેન્દ્રીય મત્સોદ્યોગ,પશુપાલન અને ડેરી વિકાસ વિભાગના કેન્દ્રીય મંત્રી પુરુસોત્તમ રૂપાલાએ વાગરા બેઠકના ભાજપના ઉમેદવાર અરુણસિંહ રણાના પ્રચાર દરમ્યાન ત્રાલસા ગામ ખાતે જાહેરસભાને સંબોધી હતી.
કેન્દ્રીય મંત્રી પુરુસોત્તમ રૂપાલાએ દેશમાં આવેલ બદલાવની વાત કરતા કહ્યું હતું કે પહેલા ગ્રાન્ટ લેવા માટે બે જાેડી ચપ્પલ ઘસાઈ જતા.હવે ગ્રાન્ટ સીધે સીધી પંચાયત કે લાભાર્થીના ખાતામાં આવે છે.પહેલા ભ્રષ્ટાચાર થતો, પણ નરેન્દ્ર મોદીએ વચેટીયાઓનો જ સફાયો કરી નાખ્યો.એટલે હવે પુરે પુરા રૂપિયા લોકોસુધી પહોંચે છે.ખેડૂતોની વાત કરતા તેમણે કહ્યું હતું કે પહેલા કોંગ્રેસના સમયમાં ખેડૂતોને ૧૮ ટકા વ્યાજે લોન મળતી.આજે ઝીરો ટકા વ્યાજે લોન મળે છે.કેન્દ્ર સરકારે ખેડૂતોના વ્યાજમાં ૩ ટકા રાહત આપી તો ગુજરાત સરકારે પણ ૪ ટકા વ્યાજની રાહત આપી.આને કહેવાય ડબલ એન્જીનની સરકાર.
રૂપાલાએ ભારતના નૌકાળદની વાત કરતા કહ્યું કે ભારતે ૨૦,૦૦૦ કરોડનું જહાજ ખરીદ્યું. ગર્વની વાત એ છે કે આ જહાજ ભારતે બનાવ્યું છે.પહેલા આપણે દેશી તમંચો પણ વિદેશથી મંગાવવો પડતો હતો. તેમણે કહ્યું કે ભારતની આઝાદી ૭૫ વર્ષ પછી પણ નૌકા દળમાં.બ્રિટિશ સામ્રાજ્યના નિશાન વાળો ધ્વજ ફરકતો હતો.નરેન્દ્ર મોદીએ આ નિશાનને બદલી શિવાજી મહારાજનો સિંબોલ અમલમાં મુક્યો છે. આને જાે વટ કહેવાય તો વટ વાળા ભેગું જ રહેવાય તેમ કહી તેમણે વાગરાના ભાજપના ઉમેદવાર અરુણસિંહ રણાંર મત આપવા અપીલ કરી હતી.
આ અવસરે ભાજપના જિલ્લા પ્રભારી જનકભાઈ બગદાણાવાળા, વિધાનસભાના પ્રભારી રાજેશ દેસાઈ, ભાજપના ઉમેદવાર અરુણસિંહ રણા, જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા મહામંત્રી ફતેસિંહ ગોહિલ સહિત જિલ્લા – તાલુકાના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.